અંજાર-મુંદ્રા હાઈવે પર વીડી બાયપાસ રોડ નજીક આઈમાતા હોટેલ પાસે ટ્રક (નં. GJ-12-CT-6562))માં ખામી સર્જાતા ચાલક શકુર અબ્દુલ્લા સમા (ઉ.વ. ૪૨) નીચે ઉતરી ટ્રકની નીચે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પુરઝડપે અને ગફલતભરી રીતે આવી ચડેલા ટ્રેલર (નં. GJ-12-CV-0106) ના ચાલકે ઉભેલી ટ્રકના પાછળના ભાગે ટક્કર મારતા શકુરભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન સ્થળ પર મૂકી નાસી છૂટ્યો હતો. અંજાર પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
અંજાર હાઈવે પર બંધ ટ્રક નીચે તપાસ કરી રહેલા ચાલકને ટ્રેલરે અડફેટે લેતા મોત

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.