અંજારના ભીમાસર નજીક અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું કરુણ મોત
અંજાર- કચ્છઉદય : અંજારના વરસાણા-ભુજ ધોરીમાર્ગ પર આવેલા ભીમાસર ગામ પાસે અજાણ્યાઝારખંડના વતની અને હાલ વરસાણા મજૂરી કામ કરતા અર્જુનસિંહ ભાગીરથીસિંહ પગપાળા વરસાણા-ભુજ રોડ પર આવેલા અમુલ્યા માઇકા કંપની પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પુરઝડપે અને બેદરકારીથી દોડી રહેલા અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવકને ઘૂંટણ, હાથ, કમર અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું, જ્યારે વાહનચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments