મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
આડેસર ગામમાં ઘરના આંગણેથી લીલા ગાંજાના છોડ સાથે ૬૦ વર્ષીય શખ્સ ઝડપાયો આદિપુરમાં જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી : ૭ જુગારીઓ ઝડપાયા ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિ.નો વહીવટ રામભરોસે : દર્દીઓ ભગવાન ભરોસે : મોટો જનાક્રોશ ભભુકયો ભચાઉ નજીક કબરાઉ પાસે ૩ લાખની લૂંટનો બનાવ  ભારાપર (અંજાર) માં ખોટા શક-વહેમ પર યુવતી પર એસિડ હુમલો અંજારમાં જિલ્લા ટ્રાફિક પોલીસનું રાત્રિ ચેકિંગ : મોડિફાઇડ લાઇટ, બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરનાં વાહનચાલકો સામે કાર્યવાહી સામખીયાળીમાં શક-વહેમ રાખી મહિલા પર હુમલો : ગુપ્તાંગમાં મરચું છાંટ્યું :જબરદસ્તી વિડીયો બનાવ્યો  ભુજ - ધોરડો રોડ પર આવેલા રિસોર્ટ, હોટલ અને હોમ સ્ટે સહિત ૪૨ સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાયું પોખરણમાં અદાણીની બઘીરા એટી-વન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ નિરાધાર લોકોની સેવાની કામગીરી નિહાળી દેઢિયા પરિવારે વ્યક્ત કરી સહયોગની ભાવના ​​​​​​​પ્રાગપર ગામે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયું અમદાવાદ-બરૌની વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો રેલવેનો નિર્ણય

ભચાઉમાં લૂંટ અને વિશ્વાસઘાતના ગુનાનો ભેદ ઉકેલાયોઃ ગણતરીના કલાકોમાં બે આરોપીઓ ઝડપાયા

WhatsApp X

ભચાઉ પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા : લૂંટમાં ગયેલા રોકડા રૂ.૨.૩૦ લાખ અને ગુનામાં વપરાયેલી ટોયોટા કાર સહિત રૂ.૭.૩૦ લાખનો મુદ્દામાલ કબજે :  આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી છરી પણ કબજે કરાઈ

ભચાઉ : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ તથા વિશ્વાસઘાતના નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. તા.૨૧/૧૧/૨૦૨૬ના રોજ નોંધાયેલા ગુનામાં પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ (બોર્ડર રેન્જ, ભુજ), પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સાહેબના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બે આરોપીઓ (૧) અલીશા હાસમશા શેખ (ઉંમર ૨૩), રહે. સરપટનાકા, શેખફળિયું, ભુજ અને (૨) સોહીલ સલીમ ચાવડા (ઉંમર ૨૦), રહે. રહીમનગર, મોટાપીર ચોકડી, ખારીનદી ચાર રસ્તા, ભુજને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી ટોયોટા કાર રજી. નં.GJ-12-FF-8500, રોકડા રૂ.૨.૩૦ લાખ અને ગુનામાં વપરાયેલી છરી કબજે કરી કુલ રૂ.૭.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

.........

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.