મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ યાજાયો કચ્છ જિલ્લા સંઘમાં નલિયાના હકુમતસિંહ જાડેજાની બિનહરીફ વરણી દેવદિવાળીએ જનસેવાની કચેરીએ જૈનાચાર્યની પાવન પધરામણી અમદાવાદમાં રેલવે કર્મચારીઓની રમતોત્સવ સ્પર્ધાનો પ્રારંભ રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : છ વાહનો ઝડપાયાં ભુજમાં ગુરુભગવંતોના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે ભક્તિનો માહોલ કચ્છના ધોરડો, ધોળાવીરા અને ‘રોડ ટુ હેવન’ને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવાની માંગ વજીરા વાંઢ ફાટક પાસે ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઈજાઓ  ભચાઉના મોટી ચીરઈમાં સાદી માટીના  ગેરકાયદે પુરાણ બદલ ૧.૯૯ કરોડનો દંડ બાલાસર- મૌવાણા ચેકપોસ્ટ પાસેથી પોષડોડાના ભુક્કા અને સ્કોર્પિયો સાથે ત્રણ શખ્સ ઝડપાયા અંજાર હાઈવે પર બંધ ટ્રક નીચે તપાસ કરી રહેલા ચાલકને ટ્રેલરે અડફેટે લેતા મોત ધરોહરોત્સવ ૨૦૨૬ અંતર્ગત ભુજમાં હેરિટેજ એન્ડ ફોટો વોકનું કરાયું આયોજન

તબીબી સેવા કે નફાખોરીનો વેપાર? ગાંધીધામની  સ્ટર્લિંગ હોસ્પિટલ સામેનો જનઆક્રોશ તંત્ર માટે લાલબત્તી

WhatsApp X

ગાંધીધામ : તબીબી વ્યવસાયને સમાજમાં હંમેશાં સેવા અને માનવતાના સર્વોચ્ચ સ્થાને મૂકવામાં આવ્યો છે. જ્યારે કોઈ દર્દી પીડા સાથે હોસ્પિટલના ઉંબરે પગ મૂકે છે, ત્યારે તે અને તેનો પરિવાર તબીબોમાં ઈશ્વરનું રૂપ જોઈને પોતાનો જીવ તેમના ભરોસે સોંપી દેતા હોય છે. 

પરંતુ, જ્યારે આ જ વિશ્વાસ પર બેદરકારી, અણઆવડત અને નફાખોરીનું ગ્રહણ લાગે, ત્યારે સમાજમાં જે રોષ ફાટી નીકળે છે તેનું જીવંત ઉદાહરણ ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે જોવા મળ્યું છે. એક યુવાનના અકાળે અને શંકાસ્પદ મોત બાદ ૫૦૦થી વધુ લોકોનું 

હોસ્પિટલ પરિસરમાં ઉમટી પડવું અને “સ્ટર્લિંગ બંધ કરો”ના નારા લગાવવા એ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ વર્ષોથી ધૂંધવાતા અસંતોષનો વિસ્ફોટ છે. સૌથી ગંભીર અને હચમચાવી નાખે તેવી બાબત એ છે કે, સામાન્ય ઉધરસ-ખાંસી જેવી પ્રાથમિક ફરિયાદ સાથે સારવાર અર્થે દાખલ થયેલા યુવાન પર એક જ રાતમાં એવી તો કઈ તબીબી પ્રક્રિયા કે ઓપરેશન કરવામાં આવ્યા કે તેનો પ્રાણ પંખેરું ઊડી ગયું? આ સવાલ માત્ર મૃતકના પરિવારનો નથી, પરંતુ ગાંધીધામ-આદિપુર સંકુલના દરેક સામાન્ય નાગરિકના મનમાં ઉઠી રહેલો ભય છે. આધુનિક બિલ્ડિંગ અને ચમકદમક ધરાવતી કોર્પોરેટ હોસ્પિટલોની આડમાં જો લાયકાત ધરાવતા અનુભવી નિષ્ણાતોના બદલે નવાસવા અને બિનઅનુભવી તબીબોના હાથમાં દર્દીઓના જીવ સોંપી દેવામાં આવતા હોય, તો તેને સારવાર નહીં પણ માનવજિંદગી સાથેના અખતરા જ કહી શકાય.તેનાથી પણ વધુ આઘાતજનક બાબત સંચાલકોની સંવેદનહીનતા છે. એક તરફ હોસ્પિટલની મેડિકલ વ્યવસ્થા, સુવિધાઓ અને તબીબી સ્ટાફની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે, ત્યારે બીજી તરફ સંચાલકો હોસ્પિટલના સુધારાની ચિંતા કરવાને બદલે આલીશાન ખાનગી હોટેલોમાં મહેફિલો માણવામાં વ્યસ્ત હોવાની ચર્ચાઓ લોકમુખે થઈ રહી છે. જો આરોગ્ય સેવાને માત્ર બિઝનેસ મોડેલ અને નફો રળવાનું સાધન બનાવી દેવામાં આવે, તો દર્દીઓની સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે?

આ સમગ્ર પ્રકરણમાં સૌથી શંકાસ્પદ અને નિરાશાજનક ભૂમિકા વહીવટી અને આરોગ્ય તંત્રની રહી છે. આટલો મોટો જનઆક્રોશ ફાટી નીકળ્યા છતાં તંત્ર કેમ મૂક પ્રેક્ષક બનીને બેઠું છે? શું તંત્ર કોઈ ભોગગ્રસ્ત પરિવાર પોલીસ ફરિયાદ કે કોર્ટના દ્વાર ખટખટાવે તેની રાહ જોઈ રહ્યું છે? નિયમો મુજબ આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા, પોલીસ અને મેડિકલ કાઉન્સિલ પાસે સ્વયં સંજ્ઞાન લઈને હોસ્પિટલના તમામ તબીબી રેકોર્ડ સીલ કરવાની, તટસ્થ મેડિકલ બોર્ડ દ્વારા તપાસ કરાવવાની અને દોષિતો સામે કડક પગલાં ભરવાની પૂરતી સત્તા છે. તેમ છતાં, તંત્રની આ રહસ્યમય ચુપકીદી અને ઢીલાશ લોકોમાં એવી શંકા જન્માવી રહી છે કે ક્યાંક મોટા માથાઓને છાવરવાનો પ્રયાસ તો નથી થઈ રહ્યો ને? ગાંધીધામ જેવા ઔદ્યોગિક અને બંદરીય શહેરની જનતા સારી અને સલામત આરોગ્ય સુવિધાની હકદાર છે. કોઈ 

પરિવારે પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યો છે, ત્યારે આ ઘટના પર પડદો પાડી દેવાના બદલે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ, પારદર્શક અને ન્યાયિક તપાસ થવી અનિવાર્ય છે. જો તંત્ર આજે પણ જાગીને દાખલારૂપ કાર્યવાહી નહીં કરે, તો આવતીકાલે કોઈ અન્ય નિર્દોષ પરિવાર આ જ બેદરકારીનો ભોગ બનશે તેમાં કોઈ શંકા નથી.

...........

આરોગ્ય વિભાગ (CDHO /

 મનપા આરોગ્ય શાખા)

*તબીબી રેકોર્ડ જપ્ત કરવા : જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અથવા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ તાત્કાલિક હોસ્પિટલના કેસ પેપર, દાખલ કરતી વખતના રિપોર્ટ, ઓપરેશનની નોંધ, દવાઓનો ચાર્ટ અને સંમતિ પત્રકો સીલ કરી કબજે લેવા જોઈએ.* નિષ્ણાત તબીબોની તપાસ કમિટી : સરકારી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની એક તટસ્થ તપાસ સમિતિ રચીને સારવાર અને ઓપરેશનમાં કોઈ તબીબી બેદરકારી થઈ છે કે કેમ તેનો અહેવાલ તૈયાર કરવો.*લાયસન્સ અને નોંધણી ચકાસણીઃ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અથવા નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન નિયમો હેઠળ હોસ્પિટલની માન્યતા, ફાયર NOC, ICU સુવિધા અને ફરજ પરના ડોક્ટરોની લાયકાત તપાસવી. ખામી જણાય તો નોટિસ ફટકારવી અથવા રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી કરવી.

........

સ્ટર્લિંગની લાપરવાહી સામે તંત્ર કેમ મૂક પ્રેક્ષક?

સામાન્ય ઉધરસના દર્દી પર એક જ રાતમાં ધડાધડ ઓપરેશન? તબીબોની લાયકાત અને બિનઅનુભવી હાથમાં જીવ સોંપવાની નીતિ સામે રોષ : સુવિધા અને અનુભવી તબીબોની પરવા કર્યા વિના આલીશાન હોટેલોમાં મહેફિલો માણતા સંચાલકોની બેદરકારી ખુલ્લી પડી

ગાંધીધામઃ ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલ સામે ફાટી નીકળેલો જનઆક્રોશ એ કોઈ નાનીસૂની ઘટના નથી. યુવાનના મોત મામલે બેદરકારીના આક્ષેપો વચ્ચે ભોગગ્રસ્ત પરિવારની પડખે સેંકડો લોકો હોસ્પિટલ ખાતે ધસી આવ્યા અને “બંધ કરો... સ્ટર્લિંગ બંધ કરો”ના નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું, છતાં સંબંધિત તંત્ર આ હોસ્પિટલ સામે લાલઆંખ કરીને કડક કાર્યવાહી કરવામાં કેમ ખચકાઈ રહ્યું છે? ગંભીર બેદરકારીભર્યા વહીવટ સામે તંત્ર કેમ ઘૂંટણીયે પડી ગયું છે તેવો સળગતો સવાલ ઉઠી રહ્યો છે. હકીકત એ છે કે જ્યાં સુધી કોઈ ભોગગ્રસ્ત પરિવારજન કાયદાકીય લડત માટે જાગીને હોસ્પિટલ સામે સીધો કેસ નહીં કરે, ત્યાં સુધી આ હોસ્પિટલના બની બેઠેલા સંચાલકોની આંખ ઊઘડે તેમ લાગતું નથી. સાધારણ ઉધરસ જેવી બીમારી લઈને આવેલા દર્દીના એક જ રાતમાં ધડાધડ ઓપરેશન કરી નાખનાર તબીબોની કાર્યપદ્ધતિ અને લાયકાત સામે જ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. માત્ર નફો રળવો અને કમાણી કરવી, તથા નવાસવા અને બિનઅનુભવી તબીબોના હાથમાં નિર્દોષ લોકોના શરીર અને જીવ સોંપી દઈને જાણે અખતરા કરવા — સ્ટર્લિંગમાં આવી જ બેફામ નીતિ ચાલી રહી હોય તેવો તાલ સર્જાયો છે. હોસ્પિટલની મેડિકલ વ્યવસ્થા, સુવિધાઓ અને લાયકાત ધરાવતા અનુભવી તબીબોની ભરતીમાં સંચાલકોને કોઈ રસ જ ન હોય તેમ તમામ જવાબદારી નેવે મૂકીને સંચાલકો ગાંધીધામની આલીશાન ખાનગી હોટેલોમાં મહેફિલો માણી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.ઘટના બની તે પહેલાં પણ હોસ્પિટલ સંચાલકો દ્વારા રેડિસન સહિતની હોટેલોમાં મહેફિલો યોજાઈ હોવાની વાતો વચ્ચે સવાલ એ છે કે હોસ્પિટલની વ્યવસ્થા અને સુવિધાઓ સુધારવામાં આખરે કોને રસ છે? દર્દીઓના જીવના જોખમે ચાલતી આ બેદરકારી અને મહેફિલબાજી સામે તંત્ર ક્યારે જાગશે અને કડક દાખલો બેસાડશે?

........

જિલ્લા વહીવટી તંત્ર (કલેક્ટર / પ્રાંત અધિકારી)ૃ

ગંધીધામ : મેજિસ્ટ્રેટ તપાસ અને મોનિટરિંગઃ જાહેર જનતામાં રોષ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોતા જિલ્લા કલેક્ટર અથવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર તપાસનું મોનિટરિંગ કરવું અને સમયમર્યાદામાં રિપોર્ટ મંગાવવો.*વિવિધ યોજનાઓની ચકાસણીઃ જો હોસ્પિટલ PMJAY (આયુષ્માન કાર્ડ) કે અન્ય સરકારી યોજના સાથે જોડાયેલી હોય, તો દર્દી પાસેથી ગેરકાયદે નાણાં વસૂલાયા છે કે કેમ અથવા યોજનાના નિયમોનો ભંગ થયો છે કે કેમ તેની તપાસ કરી હોસ્પિટલને એમ્પેનલમેન્ટમાંથી રદ કરવાની ભલામણ કરવી.

........

ગુજરાત મેડિકલ કાઉન્સિલ 

ગાંધીધામ : *તબીબી લાયકાત અને પ્રેક્ટિસની તપાસઃ ઓપરેશન કરનાર તબીબો પાસે તે ઓપરેશન કરવાની માન્ય ડિગ્રી હતી કે કેમ અને તેઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલા છે કે કેમ તેની ચકાસણી કરવી.રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવુંઃ જો બિનઅનુભવી કે બિનલાયક વ્યક્તિ દ્વારા સારવાર અપાઈ હોય અથવા ગંભીર પ્રોટોકોલ ભંગ થયો હોય, તો કાઉન્સિલ દ્વારા તબીબનું પ્રેક્ટિસ લાયસન્સ કાયમી કે હંગામી ધોરણે રદ કરવાની કાર્યવાહી કરવી.

.........

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ 

ગાંધીધામ : દવાઓ અને ઇન્જેક્શનની તપાસઃ સારવાર દરમિયાન દર્દીને અપાયેલી દવાઓ, એનેસ્થેસિયાના ઇન્જેક્શન અને હોસ્પિટલના મેડિકલ સ્ટોરના સ્ટોક તેમજ એક્સપાયરી ડેટની ચકાસણી કરી સેમ્પલ લેવા.

........

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.