મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભુજમાં ૭૦થી વધુ સંતો-મહંતોનું સંમેલન યોજાયું નવચેતનનો ૧૪૨ દિવસીય સેવાયજ્ઞ સંપન્ન મધરાતે માનવતાનો હાથ લંબાવી તમિલનાડુની નિરાધાર મહિલાને આશ્રય અપાયો પરંપરાગત કચ્છી ભરતકામ બન્યું આત્મનિર્ભરતાનું માધ્યમ : ગામડાની કળાને મળ્યું દેશ-વિદેશના બજારોમાં સ્થાન વિકાસના કામો સમયસર શરૂ થતાં ગામોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે : ત્રિકમભાઈ છાંગા ભુજ-ખાવડા હાઇવે સહિત ધોરડો અને રોડ ટુ હેવન માર્ગ પર માર્ગ સલામતીનાં પૂરતાં પગલાં ભરવા સાંસદની રજૂઆત આડેસર ગામમાં ઘરના આંગણેથી લીલા ગાંજાના છોડ સાથે ૬૦ વર્ષીય શખ્સ ઝડપાયો ભચાઉમાં લૂંટ અને વિશ્વાસઘાતના ગુનાનો ભેદ ઉકેલાયોઃ ગણતરીના કલાકોમાં બે આરોપીઓ ઝડપાયા આદિપુરમાં જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી : ૭ જુગારીઓ ઝડપાયા ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિ.નો વહીવટ રામભરોસે : દર્દીઓ ભગવાન ભરોસે : મોટો જનાક્રોશ ભભુકયો ભચાઉ નજીક કબરાઉ પાસે ૩ લાખની લૂંટનો બનાવ  ભારાપર (અંજાર) માં ખોટા શક-વહેમ પર યુવતી પર એસિડ હુમલો

ધરોહરોત્સવ ૨૦૨૬ અંતર્ગત ભુજમાં હેરિટેજ એન્ડ ફોટો વોકનું કરાયું આયોજન

WhatsApp X

ભુજના ઐતિહાસિક સ્થાપત્યો, પ્રાચીન મંદિરો, મહેલો, મસ્જિદો અને જૂના વિસ્તારોના વારસાને ફોટોગ્રાફી દ્વારા દસ્તાવેજીકૃત કરવાનો અનોખો પ્રયાસ

ભુજ - કચ્છઉદય : ગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાને ઉજાગર કરવા તથા નવી પેઢીને પોતાની ધરોહરથી પરિચિત કરવાના હેતુથી ગુજરાત ટુરિઝમના સહયોગથી સમગ્ર ગુજરાતમાં ‘આપણી ધરોહર - ધરોહરોત્સવ ૨૦૨૬’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે ‘આપણી ધરોહર’ અને ‘ભુજ બ્લોગર્સ’ના સંયુક્ત પ્રયાસથી ભુજમાં હેરિટેજ એન્ડ ફોટો વોકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવ નાકાથી મહાદેવ ગેટ સુધી યોજાયેલી આ વોકમાં ભુજના રાજવી સ્થાપત્યો, પ્રાચીન મંદિરો, જન્નત મસ્જિદ, જૂના બજારો તથા ઐતિહાસિક રહેણાંક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. સવારે ૭ઃ૩૦ કલાકે હમીરસર તળાવ સામે આવેલા ઐતિહાસિક મહાદેવ ગેટ નજીક, જૂના ઘાટિયા ફળિયાથી વોકનો પ્રારંભ થયો હતો. ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રમાણિત ગાઈડ દિનેશભાઈ મચ્છર તથા રાજેશભાઈ માંકડ દ્વારા ભુજના ઐતિહાસિક સ્થળો, સ્થાપત્ય, રાજવી સમયની પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસા અંગે રસપ્રદ તથા માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આ સમગ્ર આયોજનમાં એમ.આઈ. બાયડનો વિશેષ સહયોગ મળ્યો હતો. ‘આપણી ધરોહર’ વિષયને કેન્દ્રમાં રાખીને એનજીઓના પ્રતિનિધિ રક્ષિતભાઈ તથા પાર્થ ગોરના આયોજન અને સંકલન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઇતિહાસને નજીકથી નિહાળવા આવેલા યુવાનો તથા વરિષ્ઠ નાગરિકો સહિત આશરે ૬૦ જેટલા સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

હેરિટેજ વોક દરમિયાન મહાદેવ નાકા વિસ્તાર, નવી ટંકશાળ વિસ્તાર, ઉપલીપાડ ખાતે આવેલું કલાત્મક દ્વારિકાધીશ મંદિર, પારેશ્વર ચોકનું જૂનું પ્રસાદી સ્વામિનારાયણ મંદિર તથા નજીકમાં આવેલી જન્નત મસ્જિદ સહિતનાં ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનો પરિચય મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ આઈના મહેલ, પ્રાગ મહેલ અને રાણીનો મહેલ સહિત કચ્છના રાજવી સમયના ભવ્ય સ્થાપત્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શરાફ બજાર વિસ્તારની જૂની ચાવડી પોલીસ ચોકી, જૂની ઐતિહાસિક શૈલીમાં નિર્મિત શાક માર્કેટ, ઘાટિયા ફળિયા અને પેરિસ બેકરી તરફના વિસ્તારોમાંથી પસાર થઈ મહાદેવ ગેટ સુધીની સફર કરવામાં આવી હતી.

આ સમગ્ર માર્ગમાં આવેલા જૂના મકાનો, પરંપરાગત બાંધકામ, કલાત્મક સ્થાપત્ય અને ભુજની જૂની શહેરી રચનાને નજીકથી નિહાળવામાં આવી હતી. ખાસ કરીને વર્ષ ૨૦૦૧ના વિનાશક કચ્છ ભૂકંપ દરમિયાન ધરાશાયી કે વિસર્જિત થયેલાં જૂનાં મકાનો તથા આજે પણ અસ્તિત્વ ધરાવતા ઐતિહાસિક બાંધકામોની ફોટોગ્રાફી કરવામાં આવી હતી. આ પ્રયાસ દ્વારા ભૂકંપ પહેલાંના ભુજની સ્થાપત્યશૈલી, બદલાતી શહેરી ઓળખ અને ઐતિહાસિક સ્મૃતિઓનું દસ્તાવેજીકરણ કરવાનો ઉદ્દેશ સાકાર થયો હતો.

ભુજના જૂના વિસ્તારોમાં આજે પણ અનેક ઐતિહાસિક ઇમારતો, ધાર્મિક સ્થળો, પરંપરાગત બાંધકામ અને રાજવી સમયની સ્થાપત્યકળાના અવશેષો જોવા મળે છે. મંદિરો, મસ્જિદો, મહેલો, જૂનાં બજારો અને પરંપરાગત મકાનો ભુજની સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિવિધતાના સાક્ષી છે. ફોટોગ્રાફી માત્ર સુંદર દૃશ્યોને કેમેરામાં કેદ કરવાની કળા નથી, પરંતુ સમયના ચોક્કસ તબક્કાને કાયમી સ્મૃતિરૂપે સાચવી રાખવાનું એક શક્તિશાળી માધ્યમ છે. કોઈ જૂની હવેલી, મહેલ, ટાવર, કચેરી, શાળા, બજાર કે પરંપરાગત મકાનના દસ્તાવેજીકરણમાં ફોટોગ્રાફીનું વિશેષ મહત્ત્વ રહેલું છે.

સમયની સાથે અનેક ઐતિહાસિક બાંધકામો નષ્ટ થાય છે, તેમનું સ્વરૂપ બદલાય છે અથવા આધુનિક વિકાસને કારણે અસ્તિત્વ ગુમાવે છે. આવા સમયે ફોટોગ્રાફ્સ ભૂતકાળની સ્થાપત્યશૈલી, સામાજિક જીવન અને શહેરની મૂળ ઓળખને સમજવા માટે અમૂલ્ય ઐતિહાસિક પુરાવા બની રહે છે. આ હેરિટેજ વોક દરમિયાન જૂના બાંધકામો તથા ભૂકંપમાં નષ્ટ થયેલી ધરોહરની સ્મૃતિઓને ફોટોગ્રાફ્સ દ્વારા સાચવવાનો વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે ૯ઃ૩૦ કલાકે મહાદેવ ગેટ ખાતે હેરિટેજ વોકનું સમાપન કરવામાં આવ્યું હતું. યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ભુજને એક નવી ઐતિહાસિક દૃષ્ટિએ જાણવાનો અને માણવાનો અનોખો અનુભવ મેળવ્યો હતો. ‘આપણી ધરોહર’ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ભુજના સમૃદ્ધ ઇતિહાસ, સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાને ઓળખવા, તેનું દસ્તાવેજીકરણ કરવા તથા આવનારી પેઢી સુધી પહોંચાડવાની દિશામાં એક પ્રશંસનીય પ્રયાસ બની રહ્યો હતો. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.