આડેસર પોલીસની કાર્યવાહી, વાવેતર કરેલા ગાંજાના બે છોડ મળી આવ્યા : ૪.૯૫૮ કિલો ગાંજો, અંદાજિત કિંમત રૂ.૨.૪૭ લાખનો મુદ્દામાલ કબજે : ‘NO DRUGS IN KUTCH CAMPAIGN’ અંતર્ગત પોલીસની કાર્યવાહી
ભચાઉ : કચ્છના રાપર તાલુકાના આડેસર ગામમાં ‘NO DRUGS IN KUTCH CAMPAIGN’ અંતર્ગત આડેસર પોલીસે કાર્યવાહી કરી લીલા ગાંજાના છોડ સાથે હેમગર જાલમગર ગુસાઈ (ઉં.વ.૬૦), રહે. ફુલવાડી વિસ્તાર, આડેસર, તા. રાપર, કચ્છને ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીના રહેણાંક મકાનના આંગણામાં દરોડો પાડતા ગાંજાના વાવેતર કરેલા બે છોડ મળી આવ્યા હતા. પોલીસે કુલ ૪.૯૫૮ કિલો વજનનો ગાંજો, જેની કિંમત રૂ.૨,૪૭,૯૦૦ થાય છે, તે કબજે કર્યો હતો. આડેસર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.આ કાર્યવાહી બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર તથા આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફે કામગીરી કરી હતી. બાતમી પો.કોન્સ. મેહુલભાઈ નાથાભાઈ
પીરાવાને મળી હતી.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.