મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
આડેસરમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્રની માનવતાભરી પહેલ બ્રહ્માકુમારીજ ગોડલિવૂડ સ્ટુડિયોના વડા બી.કે. હરિલાલભાઈ ને પ્રથમ મહર્ષિ નારદ સન્માન એવોર્ડ  વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ યાજાયો કચ્છ જિલ્લા સંઘમાં નલિયાના હકુમતસિંહ જાડેજાની બિનહરીફ વરણી દેવદિવાળીએ જનસેવાની કચેરીએ જૈનાચાર્યની પાવન પધરામણી અમદાવાદમાં રેલવે કર્મચારીઓની રમતોત્સવ સ્પર્ધાનો પ્રારંભ રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : છ વાહનો ઝડપાયાં ભુજમાં ગુરુભગવંતોના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે ભક્તિનો માહોલ કચ્છના ધોરડો, ધોળાવીરા અને ‘રોડ ટુ હેવન’ને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવાની માંગ વજીરા વાંઢ ફાટક પાસે ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઈજાઓ  બાલાસર- મૌવાણા ચેકપોસ્ટ પાસેથી પોષડોડાના ભુક્કા અને સ્કોર્પિયો સાથે ત્રણ શખ્સ ઝડપાયા અંજાર હાઈવે પર બંધ ટ્રક નીચે તપાસ કરી રહેલા ચાલકને ટ્રેલરે અડફેટે લેતા મોત

ભચાઉના મોટી ચીરઈમાં સાદી માટીના  ગેરકાયદે પુરાણ બદલ ૧.૯૯ કરોડનો દંડ

WhatsApp X

જાગૃત નાગરિકની અરજી બાદ ખાણ ખનિજ વિભાગની કડક કાર્યવાહી : નિયત સમયમાં રકમ ન ભરાય તો સર્વે નંબર પર બોજો દાખલ કરવાની ચીમકી

ભચાઉ - કચ્છઉદય : ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ગામે રોયલ્ટી પાસ કે પરમિટ વગર સાદી માટી ખનિજનું ગેરકાયદે પુરાણ કરવા બદલ પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગે આકરી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સંબંધિત જમીન માલિકને ૧,૯૯,૩૩,૪૮૫નો દંડ ફટકારવામાં આવ્યો છે. એક જાગૃત નાગરિકની અરજી બાદ થયેલી આ કાર્યવાહીના પગલે પૂર્વ કચ્છમાં ખનિજ ચોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

મળતી વિગતો અનુસાર, ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ગામના સર્વે નંબર ૩ની જમીનમાં સાદી માટી ખનિજનું પુરાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગમાં કરવામાં આવી હતી. આ અરજીના આધારે ખાણ ખનિજ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી પંચનામું કર્યું હતું અને માપણી કરીને સમગ્ર મામલાની ખરાઈ કરી હતી.

તપાસ દરમિયાન સર્વે નંબર ૩ના માલિક કુણાલ કમલેશભાઈ વોરા દ્વારા પોતાની માલિકીની જમીનમાં રોયલ્ટી પાસ વગર કુલ ૧,૧૩,૯૦૫ મેટ્રિક ટન સાદી માટી ખનિજનો પુરાણ સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ગેરકાયદે જથ્થાને લઈને પ્રતિ મેટ્રિક ટનના ૧૭૫ લેખે કુલ ૧,૯૯,૩૩,૪૮૫ ભરપાઈ કરવા ખાણ ખનિજ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સાદી માટી ખનિજના જથ્થાની ખનિજ કિંમતના ૪૧ ટકા મુજબ પ્રતિ મેટ્રિક ટનના ૭૧.૭૫ લેખે ૮૧,૭૨,૭૨૯ ભરવા માટે પણ નોટિસ ફટકારવામાં આવી છે. ખાણ ખનિજ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સર્વે નંબર ૩ના માલિક દ્વારા દંડની રકમ ભરવાની તૈયારી દાખવવામાં નહીં આવે, તો સરકારના નિયમ મુજબ ઉપરોક્ત સર્વે નંબર પર બોજો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.