આદિપુર - કચ્છઉદય : આદિપુર પોલીસ સ્ટેશનથી પશ્ચિમે ૪ કિ.મી. દૂર કેસરનગર-૦૧ સાર્વજનિક ગ્રાઉન્ડ સામે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે પૈસાનો જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. તા. ૨૨/૧૧/૨૦૨૬ના રોજ સાંજે કોન્સ્ટેબલ અમરીશભાઇ મુકેશભાઇ ચાવડાએ રેઇડ દરમિયાન રોકડા રૂ. ૮,૦૫૦ અને ગંજીપાના સાથે (૧) ઇબ્રાહીમ અબ્દુલ કુંભાર, (૨) જખુ સામરા ગઢવી, (૩) સુરેશ રાઘવભાઇ વાળંદ, (૪) ભરત ગોપાલભાઇ આહીર, (૫) સદામ હુસેનશા શેખ, (૬) શંભુ રાજાભાઇ ગોહીલ અને (૭) આમદશા પીરશા શેખને પકડી પાડ્યા હતા. આદિપુર પોલીસે જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આદિપુરમાં જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી : ૭ જુગારીઓ ઝડપાયા

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.