મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
બ્રહ્માકુમારીજ ગોડલિવૂડ સ્ટુડિયોના વડા બી.કે. હરિલાલભાઈ ને પ્રથમ મહર્ષિ નારદ સન્માન એવોર્ડ  વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ યાજાયો કચ્છ જિલ્લા સંઘમાં નલિયાના હકુમતસિંહ જાડેજાની બિનહરીફ વરણી અમદાવાદમાં રેલવે કર્મચારીઓની રમતોત્સવ સ્પર્ધાનો પ્રારંભ રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : છ વાહનો ઝડપાયાં ભુજમાં ગુરુભગવંતોના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે ભક્તિનો માહોલ કચ્છના ધોરડો, ધોળાવીરા અને ‘રોડ ટુ હેવન’ને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવાની માંગ વજીરા વાંઢ ફાટક પાસે ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઈજાઓ  ભચાઉના મોટી ચીરઈમાં સાદી માટીના  ગેરકાયદે પુરાણ બદલ ૧.૯૯ કરોડનો દંડ બાલાસર- મૌવાણા ચેકપોસ્ટ પાસેથી પોષડોડાના ભુક્કા અને સ્કોર્પિયો સાથે ત્રણ શખ્સ ઝડપાયા અંજાર હાઈવે પર બંધ ટ્રક નીચે તપાસ કરી રહેલા ચાલકને ટ્રેલરે અડફેટે લેતા મોત તબીબી સેવા કે નફાખોરીનો વેપાર? ગાંધીધામની  સ્ટર્લિંગ હોસ્પિટલ સામેનો જનઆક્રોશ તંત્ર માટે લાલબત્તી

દેવદિવાળીએ જનસેવાની કચેરીએ જૈનાચાર્યની પાવન પધરામણી

WhatsApp X

અનંતસિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે રાજ સંઘવીને આશીર્વચન પાઠવ્યાં : વિવિધ સમાજના અગ્રણીઓએ મેળવ્યા આશીર્વાદ

મુંદરા-કચ્છઉદય : દેવદિવાળીના પવિત્ર પર્વે મુન્દ્રા તપગચ્છ જૈન સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન પૂજ્ય અનંતસિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે ભાટિયા ચકલા નજીક આવેલી સેવાભાવી જનસેવાની કચેરીએ પધરામણી કરી હતી. આ પ્રસંગે જનસેવાના રાજ સંઘવીને આશીર્વચન પાઠવી મહારાજ સાહેબે ધર્મ, દાન અને સેવાભાવનું મહત્ત્વ સમજાવ્યું હતું.

મહારાજ સાહેબ સૌપ્રથમ મદનમોહનરાયજીની હવેલી ખાતે પધાર્યા હતા. ત્યારબાદ ત્યાંથી ઢોલ-નગારાના નાદ સાથે વાજતે-ગાજતે જનસેવાની કચેરીએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કચેરી ખાતે નવકાર મંત્ર અને ચતારી મંગલમ્નું પઠન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહારાજ સાહેબે રાજ સંઘવીને આશીર્વાદ આપ્યા હતા. આશીર્વચન આપતાં મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, દાન એ ઉત્તમ સેવા છે. માનવજીવનમાં ધર્મનું વિશેષ મહત્ત્વ છે. સમય અને જીવનની વચ્ચે ધર્મનું સ્થાન સમજીને દરેક વ્યક્તિએ ધર્મનું આચરણ કરવું જોઈએ. ધર્મના માર્ગે ચાલવાથી જીવનનું કલ્યાણ થાય છે અને માનવજીવન સાર્થક બને છે.

આ પ્રસંગે જૈન સમાજના હિરેન સાવલા, ઋષભ સંઘવી, એડવોકેટ પ્રવીણ ગણાત્રા, બ્રહ્મ સમાજના ગૌરાંગ ત્રિવેદી, પત્રકાર રાહુલ દાવડા, ભાટિયા સમાજના જીતુભાઈ રામૈયા, દરજી સમાજના અલ્પેશ સોલંકી, ખારવા સમાજના દિનેશ માલમ, ભરત ચાવડા તથા રૂપેશ ઝાલા (જય ભોલે) સહિત વિવિધ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.