મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ યાજાયો કચ્છ જિલ્લા સંઘમાં નલિયાના હકુમતસિંહ જાડેજાની બિનહરીફ વરણી દેવદિવાળીએ જનસેવાની કચેરીએ જૈનાચાર્યની પાવન પધરામણી અમદાવાદમાં રેલવે કર્મચારીઓની રમતોત્સવ સ્પર્ધાનો પ્રારંભ રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : છ વાહનો ઝડપાયાં કચ્છના ધોરડો, ધોળાવીરા અને ‘રોડ ટુ હેવન’ને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવાની માંગ વજીરા વાંઢ ફાટક પાસે ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઈજાઓ  ભચાઉના મોટી ચીરઈમાં સાદી માટીના  ગેરકાયદે પુરાણ બદલ ૧.૯૯ કરોડનો દંડ બાલાસર- મૌવાણા ચેકપોસ્ટ પાસેથી પોષડોડાના ભુક્કા અને સ્કોર્પિયો સાથે ત્રણ શખ્સ ઝડપાયા અંજાર હાઈવે પર બંધ ટ્રક નીચે તપાસ કરી રહેલા ચાલકને ટ્રેલરે અડફેટે લેતા મોત તબીબી સેવા કે નફાખોરીનો વેપાર? ગાંધીધામની  સ્ટર્લિંગ હોસ્પિટલ સામેનો જનઆક્રોશ તંત્ર માટે લાલબત્તી ધરોહરોત્સવ ૨૦૨૬ અંતર્ગત ભુજમાં હેરિટેજ એન્ડ ફોટો વોકનું કરાયું આયોજન

ભુજમાં ગુરુભગવંતોના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે ભક્તિનો માહોલ

WhatsApp X

ઓરિએન્ટ કોલોનીમાં શત્રુંજય મહાતીર્થની ભાવયાત્રા : ગુરુપૂજન અને નવકારશી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ભુજ-કચ્છઉદય : આરાધના ભવન જૈન સંઘ, ભુજના ઉપક્રમે ચાતુર્માસ નિશ્રાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્‌ વિજય આનંદ વર્ધન સૂરીશ્વરજી મ.સા., પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્‌ વિજય આત્મદર્શન સૂરીશ્વરજી મ. સા. તથા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો આદિ ૧૮ ઠાણાનું ચાતુર્માસ પરિવર્તન ધાર્મિક માહોલમાં યોજાયું હતું. આ નિમિત્તે શત્રુંજય મહાતીર્થના પટની ભાવયાત્રા, ગુરુપૂજન, પ્રભાવના અને સવારની નવકારશી સહિતનાં વિવિધ અનુષ્ઠાનો યોજાયાં હતાં.

પૂજ્ય સાધુ ભગવંતોના ચાતુર્માસ પરિવર્તનનો લાભ ઓરિએન્ટ કોલોનીમાં વસવાટ કરતા વાગડ સાત ચોવીસી જૈન સમાજ, ભુજના સાત પરિવારોને મળ્યો હતો. જ્યારે પૂજ્ય સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તનનો લાભ માતૃશ્રી પ્રેમિલાબેન સ્વરૂપચંદભાઈ મહેતા પરિવારે લીધો હતો. સવારે ૬ઃ૩૦ કલાકે સંભવનાથ જિનાલય પાસે પૂજ્યોએ માંગલિક સંભળાવ્યું હતું. ત્યારબાદ સકળ જૈન સંઘની ઉપસ્થિતિમાં વાજતે-ગાજતે પૂજ્યોએ જિનાલયથી ઓરિએન્ટ કોલોની તરફ પ્રયાણ કર્યું હતું. કોલોનીમાં પહોંચતાં લાભાર્થી પરિવારોની બહેનોએ પ્રદક્ષિણા કરીને અક્ષતથી ગુરુભગવંતોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ’ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ’ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો.

આ પ્રસંગે લાભાર્થી પરિવારો દ્વારા શત્રુંજય મહાતીર્થના પટની ભાવયાત્રાનું આયોજન કરાયું હતું. પ્રખર પ્રવચનકાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્‌ વિજય આત્મદર્શન સૂરીશ્વરજી મહારાજ સાહેબે શત્રુંજય મહાતીર્થ અને પવિત્ર ગિરિરાજનો મહિમા સમજાવી ચાતુર્માસ પરિવર્તનની સાથે જીવન, હૃદય અને સ્વભાવમાં પણ સદ્‌પરિવર્તન લાવવાનો બોધ આપ્યો હતો. કાર્યક્રમમાં આરાધના ભવન જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા, માનદ મંત્રી ચંદુલાલભાઈ ગઢેચા, હોદ્દેદારો, ટ્રસ્ટ મંડળના સભ્યો, લાભાર્થી પરિવારો તથા સંઘના વડીલ દલીચંદભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. માનદ મંત્રી ચંદુલાલભાઈ ગઢેચાએ આગામી કાર્યક્રમોની જાહેરાત કરી હતી, જ્યારે ધીરજલાલ મહેતાએ લાભાર્થી પરિવારો વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગેની માહિતી મીડિયા કન્વીનર વેલજીભાઈ મહેતાએ આપી હતી. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.