માતાનામઢમાં ભીડનો લાભ લઈ મહિલાના ૩.૧૩ લાખના દાગીના ચોરાયા
નવાવર્ષના દિવસે જ જામનગરના દંપતિ સાથે બનેલી ઘટનાથી યાત્રાધામમાં ચિંતા ફેલાઈ
ભુજ - કચ્છઉદય : દિવાળી વેકેશન દરમિયાન માતાનામઢ ખાતે મોટી સંખ્યામાં માઈભક્તો મા આશાપુરાના દર્શન માટે ઉમટી પડયા છે, ત્યારે બેસતા વર્ષના દિવસે માતાનામઢમાં ભીડનો લાભ લઈ મહિલાના ૩.૧૩ લાખના દાગીના ચોરવામાં આવતા ચિંતા ફેલાઈ હતી. આ બાબતે મળતી વિગતો મુજબ બેસતા વર્ષના દિવસે ૧૦ તારીખે સવારે ૧૦થી ૧૦ઃ૧પના અરસામાં આ બનાવ બન્યો હતો. મૂળ જામનગરના હાલે ગાંધીનગર રહેતા વિરભદ્રસિંહ જુવાનસિંહ જાડેજાએ જણાવ્યુ કે, કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ભીડ દરમિયાન ફરિયાદીના પત્નીના પર્સમાંથી દાગીનાની ચોરી કરવામાં આવી હતી. જેમાં એક સોનાની ચેઈન, સોનાનો સેટ, સોનાની મગમાળા, ૮-૮ ગ્રામની ચાર વીંટી, સોનાની બે બુટ્ટી મળી કુલ ૩.૧૩ લાખના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ભીડ દરમિયાન ચોરી થતાં ઉચાટ ફેલાયો હતો. દયાપર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
...........

Comments