રાપરના જેસડા સીમમાં નર્મદા કેનાલમાં પગ લપસી પડતાં આધેડ લાપતા
ગાંધીધામ કચ્છઉદય : રાપર તાલુકાના મોડપર વાડી વિસ્તારમાં રહેતા રામશીભાઇ ચુંડાભાઇ કોલી (ઉ.વ. ૫૦) ગત તા. ૦૫/૧૧/૨૦૧૬ ના રોજ જેસડા સીમમાં આવેલ નર્મદા કેનાલ પર મોટર ફીટ કરવા ગયા તે દરમિયાન અચાનક પગ લપસી જવાથી કેનાલમાં ડૂબી ગયા હતા. બે દિવસ વીતવા છતાં પણ ભાળ ન મળતા રાપર પોલીસ સ્ટેશનમાં ગુમસંદર્ભે નોંધ કરાઈ છે, અને શોધખોળ ચાલુ છે.

Comments