ખાવડાના સોલાર પાર્કમાં રપ.પ૦ લાખના સામાનની લૂંટ ચલાવાઈ
૬થી ૭ ઈસમો મધરાત્રે આવ્યા અને સિક્યુરિટી ગાર્ડને મારમારી સામાન ઉઠાવી ગયા
ભુજ - કચ્છઉદય : તાલુકાના ખાવડા ખાતે આવેલા આરઈ પાર્કમાં પીએસએલ-ર ખાતે જીઆઈપીસીએલ કંપનીમાં લૂંટનો બનાવ બન્યો છે. ૧રમી તારીખે રાત્રે ૩ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. મૂળ હરિયાણાના હાલે કુકમામાં રહેતા સિક્યુરિટી મેનેજર કપીલદેવ શ્રીરંગનાથ તિવારીના જણાવ્યા પ્રમાણે ૬થી ૭ અજાણ્યા ઈસમોએ આવી સિક્યુરિટી ગાર્ડને મારમારી તેના ખંભાના ભાગે ફેકચર કરી કંપનીના ગોડાઉનમાંથી કોપરની બસબાર પ્લેટો નંગ ૬૦ તેમજ કોપરના રપ૦ અર્થીંગ રોડની લૂંટ કરી હતી. બસબારની કિંમત ૧૮ લાખ અને રોડની કિંમત ૭.પ૦ લાખ છે. કુલ રપ.પ૦ લાખના મુદામાલની લૂંટ કરવામાં આવી હતી. જે અંગે ખાવડા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અવાર નવાર ખાવડા વિસ્તારમાં ચોરી અને લૂંટના બનાવો બનતા હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા ગુનેગારો પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે આવારા તત્ત્વો બેફામ બન્યા છે.
............

Comments