Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ૨૫૦ નાના વિક્રેતાઓનું અભિવાદન કરી ખરીદી કરાઈ

07 November



ભુજ-કચ્છઉદય : સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં છેલ્લા ૧૭ વર્ષથી સેવાકાર્ય કરતી નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા જૈન સંતોની પાવન નિશ્રામાં દીવડા અને સુશોભનની સામગ્રી વેચતા ૨૫૦ જેટલા નાના વિક્રેતાઓનું અભિવાદન કરાયું હતું. સંસ્થા દ્વારા વિક્રેતાઓ પાસેથી સુશોભનની વસ્તુઓની ખરીદી કરી જરૂરિયાતમંદ શ્રમજીવી પરિવારોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.ભગવાન મહાવીરના ૨૫૫૨મા નિર્વાણ કલ્યાણકની પખવાડિક ઉજવણી અંતર્ગત પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી આનંદવર્ધનસૂરીશ્વરજી મ.સા. અને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી આત્મદર્શનસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્નોની નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમમાં વિક્રેતાઓને ૨૫૦ ગ્રામ શુદ્ધ ઘીની મીઠાઈ, ૨૫૦ ગ્રામ નમકીન તથા વિવિધ પ્રકારનાં કપડાં ભેટ આપી દીપાવલીની શુભેચ્છા પાઠવાઈ હતી.મુખ્ય દાતા કમલાવંતીબેન શશીકાન્તભાઈ મોરબીયા, માંહી ક્રિયેશન, ચાર્મી ક્રિયેશન, ધવલ એન્ટરપ્રાઇઝિસ મુંબઈ સહિતના દાતાઓનો સહયોગ મળ્યો હતો. સંસ્થાના મોભી વેલજીભાઈ મહેતાના નેતૃત્વમાં ડૉ. રૂપાલીબેન મોરબીયા, પ્રોજેક્ટ ચેરમેન પ્રદીપભાઈ દોશી, ગિરીશભાઈ પરેખ, ઓજસ શેઠ, ભાવનાબેન જોશી, વિમળાબેન સંઘવી, પ્રકાશ શાહ, હર્ષદ નિર્મલ, અરવિંદ મહેતા, કેશવી ઠક્કર, સાત્વી વોરા અને હાર્દ મહેતા જોડાયા હતા. વ્યવસ્થામાં પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી સહિતના કાર્યકરોએ સેવા આપી હતી. 
----------

Comments

COMMENT / REPLY FROM