ધી મુસ્લિમ એજ્યુકેશન શાળામાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : ભુજની ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી સંચાલિત શાળામાં વર્ષ ૨૦૨૫-૨૬માં ધો.૧૦ અને ૧૨માં ૮૦% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ તેમેજ મેડીકલ, ઈન્જીનીયરીંગ, વકીલાત ક્ષેત્રે અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી તેમજ અન્ય તમામ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ સન્માન કાર્યક્રમમાં કુલ ૨૧૪ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ સંસ્થાના ચેરમેન અલીમોહમ્મદ એમ. જતની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના મ.શિ. મૌલાના મુસ્તાક હિંગોરા અને મૌલાના રીઝવાન ખત્રીએ તિલાવત કરી હતી. શાળાના વિદ્યાર્થીઓએ નાત શરીફ પઢી હતી. શાળાના આચાર્ય જુસબખાન આઈ.ટાંકે પ્રાસંગિક પ્રવચન તેમજ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણધિકારી કચેરી વતીએઈઆઈ ઉમરફારૂક ખીરા ખાસ હાજર રહ્યા હતા. સંસ્થાએ તેમનું સ્વાગત કર્યું હતું. પોતાના પ્રવચનમાં ઉમરફારુક ખીરાએ વિદ્યાર્થીઓને શિક્ષણની મળતી આ સુવિધાનો લાભલેવા કહ્યું હતું.મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી ખત્રી મોઈન જાવેદ આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યું હતું તેમજ નીટ પરિક્ષામાં પણ ૭૨૦માંથી ૬૬૭ ગુણ મેળવી કચ્છના ઈતિહાસમાં નીટની પરિક્ષામાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા મોટીવેશનલ ગીત રજુ કરવામાં આવ્યું હતું. અલીમોહમ્મદ એમ. જતે વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી અને સંસ્થા હમેશા શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધતી જ રહશે એવું જણાવ્યું હતું જયારે સંસ્થાના વાઈસ ચેરમેન અમીરઅલી એચ.લોઢીયાએ વિદ્યાર્થીને સતત મહેનત કરી મેરીટમાં આવવાની સલાહ આપી હતી. સંસ્થાના સેક્રેટરી જુમ્માભાઈ આઈ. નોડેએ પણ જણાવ્યું હતું કે, શિક્ષણ વિના આજના સમયમાં કઈ જ નથી. આ પ્રસંગે સંસ્થાના પૂર્વ ચેરમેન સૈયદ હાજી અબ્દુલરસુલશા બાવા, સંસ્થાના સેક્રેટરી જુણશભાઈ હીંગોરા, ખજાનચી બસીરભાઈ મેમણ તથા અન્ય ટ્રસ્ટી સલીમભાઈ નોડે, અઝીઝભાઈ ચંગલ, જુસબભાઈ બાફણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શાળાના મ.શિ. સમા મહમદ ફારુક કે. અને ભજીર ઉસ્માન ગની જે.એ સાંભળ્યું હતુ. કાર્યક્રમની વ્યવસ્થા પ્રાથમિક વિભાગના આચાર્ય હનીફ સૈયદ, રઝીયા એમ. મેમણ, પલેજા સમ્સ, સમા અબ્દુલ કરીમ એ.ના માર્ગદર્શનમાં સમગ્ર સ્ટાફ ગણે સંભાળી હતી. આભારવિધિ અંગ્રેજી વિભાગના આચાર્ય પંજવાણી નુરુદીને કરી હતી.
-----

Comments