ગાંધી જીવન કેન્દ્ર દ્વારા ગાંધીજીની વંદના, ગાંધી સ્પર્ધા અને ગાંધીજીના પુસ્તકોનું વિતરણ કરાયું
ભુજ - કચ્છઉદય : ગાંધી જયંતીના દિવસે ભુજના ગાંધીજીવન કેન્દ્ર, સંસ્કૃત પાઠશાળા અને હાટકેશ સેવા મંડળ દ્વારા સૌ પ્રથમ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને વંદના કર્યા બાદ સંસ્કૃત પાઠશાળા ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. ધાર્મિક પુસ્તકોનું વિતરણ ગાંધીવાદી રોહિતભાઈ પાઠક, જયશ્રીબેન હાથી, હેમાંશુભાઈ અંતાણી, આશિષ વૈદ્ય, ભોગીલાલભાઈ વોરા તેમજ ઝહીરભાઈ સમેજાના હસ્તે કરાયું હતું. ભુજમાં જુદી જુદી જગ્યાએ મહાત્મા ગાંધીજીના ૨૫૧ જેટલા પુસ્તકોનું વિતરણ કરાયું હતું . આજની યુવા પેઢી ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લે એવું શ્રી પાઠકે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાંધી જીવન કેન્દ્રના સંચાલક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિભાકરભાઈ અંતાણીએ કર્યું હતું. આભારવિધિ આશાબેન સ્વાદિયાએ કરી હતી એવું દર્શનાબેન મુનશીએ જણાવ્યું હતું. પ્રારંભમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ અને રઘુપતિ રાઘવ રાજારામની ધૂન રજૂ કરાઈ હતી.
-----

Comments