Trending News
ક્રાઈમ

વિથોણના ખેતાબાપા સંસ્થાનને તસ્કરોએ અભડાવ્યું

02 October



સંસ્થામાં કામ કરતા નેપાળી કામદાર સહિત ત્રણ શખ્સો લોકવાળી તિજોરી ઉઠાવી ગયા : તાળું ન ખુલતા કમ્પાઉન્ડમાં મુકી ફરાર

ભુજ - કચ્છઉદય : નખત્રાણાના તાલુકાના વિથોણમાં આવેલ સંતશ્રી ખેતાબાપા સંસ્થાનમાં ચોરીનો પ્રયાસ થતા ચકચાર મચી હતી. સંસ્થામાં કામ કરતા નેપાળી કામદાર સહિત ત્રણ શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું. આ મામલે સંસ્થાના મંત્રી દિલીપભાઈ દેવજીભાઈ નરસીંગાણીએ નખત્રાણા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સંસ્થાની કાર્યાલય ઓફીસના દરવાજાનું લોક તુટેલું હતું અને ઓફીસમાં રહેલી લોકર વાળી તિજોરી ગાયબ જણાતા હોદ્દેદારોએ ભેગા થઈ તપાસ કરતા કમ્પાઉન્ડમાં દિવાલ પાસે માલ સામાન ઉપાડવાની લારીમાં તિજોરી મળી આવી હતી. 
લોક બરાબર હતું. કોઈ નુકશાન થયું નથી. કેમેરા તપાસતા ર૩ તારીખે રાતના બે થી ત્રણ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. સંસ્થામાં કામ કરતો મુળ નેપાળનો રમેશદાસ હરકેદાસ તેમજ અન્ય બે અજાણ્યા ઈસમો જતા અને તિજોરી ચોરી કરવાનો પ્રયાસ કરવાનું કેદ થયું હતું. આ રમેશ સંસ્થાના રૂમમાં રહેતો અને સાફ સફાઈ કરતો. બનાવ પછી તે જોવા મળ્યો નથી. જે બાબતે નખત્રાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM