માજી હોમગાર્ડ પરિવાર દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની વંદના કરાઇ
ભુજ - કચ્છઉદય : બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે ભુજની માજી હોમગાર્ડ પરિવાર સંસ્થા દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સંસ્થાના પ્રમુખ અને ૧૯૭૧ના યુદ્ધમાં કાર્ય કરનાર ઇસ્માઈલભાઈ જુણેજા, ભોગીલાલ શાહ, હસમુખભાઈ વોરા, વિભાકરભાઈ અંતાણી વગેરેએ મહાત્મા ગાંધીજીની વંદના કરી હતી. સંચાલન પીર અનવરશાએ કર્યું હતું. આ પ્રસંગે બાળકોને અલ્પાહાર અપાયો હતો એવું તુષારભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું. આભારવિધિ રોહિતભાઈ પાઠકે કરી હતી.
--------------

Comments