Trending News
સ્થાનિક સમાચાર

પોક્સો કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરાયો

02 October



ભુજ-કચ્છ ઉદય : માધાપર પોલીસ મથકે નોંધાયેલા સગીરાના અપહરણ અને પોક્સો કેસમાં ભુજની વિશેષ પોક્સો અદાલતે આરોપી રજાક ઓસમાણ સમાને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો છે.
આ કેસની વિગતો મુજબ ફરિયાદીની સગીર દિકરી જેની ઉંમર ૧પ વર્ષ ર મહિના અને ર૮ દિવસની હતી તેને આરોપી રજાક ઓસમાણ સમા લગ્નની લાલચ આપી ભગાડી ગયેલ હોવાની ફરિયાદ માધાપર પોલીસ સ્ટેશનમાં તા.૧૯-૧-ર૬ના રોજ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી રજાક ઓસમાણ સમાની અટક કરી હતી અને આરોપી વિરૂદ્ધ પુરાવા એકત્ર કરી ચાર્જશીટ કરી હતી. આ કેસ વિશેષ પોક્સો અદાલતમાં ચાલી જતા કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે ૧૪ સાક્ષીઓ અને ૩૦ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. બચાવ પક્ષે રજૂ કરેલી દલીલો અને પુરાવાઓના આધારે અદાલતે ગુનો પુરવાર ન થતાં આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. ચુકાદામાં અદાલતે જન્મના દાખલામાં પિતાના નામમાં થયેલા ફેરફાર અંગે ગંભીર નોંધ લઈ અંજાર નગરપાલિકાના મુખ્ય અધિકારીને તપાસ કરી ત્રણ માસમાં અહેવાલ રજૂ કરવા પણ આદેશ કર્યો છે. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ કે.પી. ગઢવીએ બચાવ પક્ષની રજૂઆત કરી હતી. 
-----------

Comments

COMMENT / REPLY FROM