Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના અભ્યારણ્ય વિસ્તારમાં શિકારી પ્રવૃતિ બની નિરંકુશ 

02 October


જંગલખાતાના અધિકારીઓ માત્ર કાગળ પર કામ કરતા હોવાના સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ 

ગાંધીધામ - કચ્છઉદય : રણના આજુબાજુના પલાસવા અને ઘાણીથર સહિત કચ્છ અભ્યારણની હદમાંથી જંગલના પ્રાણીઓનો મોટો શિકાર થઈ રહ્યો છે. વાગડ વિસ્તારમાં શિકારની પ્રવૃત્તિ વધી રહી છે. અભ્યારણ ખાતાના આડેસર આરએફઓ અને ડીએફઓ કચ્છના નાના રણના વિસ્તારમાંથી કોઈ જાતની સુરક્ષા નથી. બિલકુલ પેટ્રોલિંગ નથી, ત્યારે શાંતિથી શિકારીઓ આડેધડ શિકાર કરી રહ્યા છે. વાગડ વિસ્તારમાં કચ્છ નાના રણની આજુબાજુ થોડા સમય પહેલા ફતેગઢ વિસ્તારમાં શિકારીઓ શિકાર કરવામાં આવ્યો હતો અને માલધારી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું માલધારી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને માલધારી ઉપર ખૂબ બંદૂકની ગોળી અને છરીના ઘા જીકી દીધા હતા. ત્યારે પણ મુદ્દો હાઈલાઈટ થયો હતો. હજી તો એ સમયે વીત્યો નથી ટૂંક જ સમયમાં પલાસવા અને ઘાણીધર આજુબાજુ વિસ્તારમાંથી શિકારીઓ શિકારની પ્રવૃત્તિ કરી થઈ રહી છે. શિકારીઓને પાઠ ભણાવવામાં આવે એવી પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અને અર્જુન મોઢવાડિયાને ખાસ ધ્યાન દોરવામાં આવે છે. 
ઘાણીધર, પલાસવા, કાનમેર, પદમપર, ગાગોદર, અમરાપર, વેણુ, સુખપર, ટગા, નાંદા, ભગેરા, આડેસર, માનગઢ સહિતના ગામડાઓમાં જંગલના જનાવરો ચરવા માટે ગામડાઓના સીમડા સુધી રાત્રે ચરવા માટે આવતા હોય છે. જો ફોરેસ્ટ આ બાબતે પ્રાણીઓનો શિકારી ઉપર અંકુશ રાખે એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.  ફોરેસ્ટના અધિકારીઓ ધાંગધ્રા, આડેસર એસી ઓફિસમાં આરામ કરી રહ્યા છે. આરએફઓ ડીએફઓ બિલકુલ કાંઈ કામ કરતા નથી. અધિકારીઓને પાઠ ભણાવવામાં આવે અને શિકારીઓ ઉપર ગુનો દાખલ થાય એવી વાગડ વિસ્તારના રણકાધીના ગામડાઓની માંગ છે. રણકાધીના ગામડાઓમાં સુન સાફ એરિયામાં રાતના ટાઈમે શિકારીઓ જનાવરોનો ખૂબ મોટા પાયે શિકાર કરી રહ્યા છે. આ બાબતે તાત્કાલિક ડિસિઝન લઈને શિકારની પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવામાં આવે એવી ગ્રામજનોની માંગણી છે. શિકારીઓ રાત્રિના ટાઈમે જ શિકાર કરે છે. જંગલ ખાતાના અધિકારીઓ રાત્રે ચેકિંગ કરવું જોઈએ. કચ્છના નાના રણમાં ચેક પોસ્ટ હોવા જોઈએ અને ચેકિંગ રોજ રાત્રે નાઇટમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ગાડીઓ ફરવી જોઈએ આ બધા વિસ્તારમાં જે અભ્યારણ વિસ્તાર લાગે છે. જંગલના પ્રાણીઓનો શિકારીઓ આડેધડ શિકાર કરી રહ્યા છે. ઘુડખર અભ્યારણની આજુબાજુ પર્યાવરણને લાગતો જે ભાગ છેએ આજુબાજુ ગામડાઓમાં રાત્રે ચેકિંગ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. 
.........

Comments

COMMENT / REPLY FROM