કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી તથા લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને હારારોપણ કરાયું
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ વી.કે. હુંબલની ઉપસ્થિતિમાં અખંડ ભારતના સ્વપન દ્રષ્ટા અને કિશાનો-મજુરો માટે પોતાની જાન ન્યોછાવર કરનાર રાષ્ટ્રપિતા મહાત્માગાંધી તથા ભારતના પૂર્વ વડાપ્રધાન અને "જય જવાન" "જય કિશાન" નો નારો આપનાર લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિત્તે ભુજ મધ્યે આ મહાપુરૂષોને હારારોપણ કરી વંદન કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધી સત્ય ખાતર તથા લાલબહાદુર શાસ્ત્રીજી કિશાનોના હિત માટે જીવનનાં અંત સુધી લડતા રહ્યા. હાલમાં ચોતરફ અસત્યનો તથા નફરતનો માહોલ છે. જગતનો તાત કિશાન ખુબજ દુઃખી છે. તેવામાં હાલનાં સંજોગોમાં સત્ય તથા કિશાન-જવાનનાં હીતની વિપરીત સરકાર ચાલી રહી છે, જેથી પુનઃ રાષ્ટ્રપિતા ગાંધીજીનાં સ્વપ્નનુ રામરાજ્ય તથા લાલબહાદુર શાસ્ત્રીજીનાં કિશાનહીતનું રાષ્ટ્ર નિર્માણ થાય તે માટે કામે લાગી જવા તમામ કોંગ્રેસી આગેવાનો-કાર્યકરોને આહવાન કર્યું હતું.
ભુજ રાજગોર સમાજવાડી ખાતે ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ગુજરાત પ્રદેશ રચનાત્મક કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે “મહાત્મા ગાંધી જીવન વિચાર અને કાર્ય મારી નજરે” વિષે હરેશભાઈ ધોળકિયાનો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. શ્રી ધોળકિયાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના જીવન પર લખાયેલ પુસ્તક મારી આત્મકથા મહાત્મા ગાંધી સૌએ જરૂર સમય કાઢીને વાંચવી જોઈએ. પૂજ્ય બાપુના જીવનમાંથી સત્ય, પ્રેમ, સ્વાલંબન, દ્રઢતા, અહિંસા, સ્વચ્છતા આવી કેટલીય બાબતો શીખવા જેવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.હુંબલ, માજી ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરા, અરજણ ભુડિયા, કલ્પનાબેન જોષી, રાજદીપ દેવધર, નરેશ ફુલીયા, ખેતશી ગજરા, રૂપાભાઈ રબારી, રાધાસિંગ ચૌધરી, શહેર - તાલુકાના પ્રમુખ, જિલ્લા સમિતિના હોદેદારો, પાંખ સેલના પ્રમુખો, હોદેદારો, કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજાએ કર્યું હતું. સ્વાગત પ્રવચન શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ જ્યારે આભારવિધિ ગનીભાઈ કુંભારે કરી હતી. કાર્યક્રમની આયોજન વ્યવસ્થા લાખાજી સોઢા, ઈલીયાશ ઘાંચી, મિતેશ રૂપાણીએ કરી હતી.
--------

Comments