Trending News
સ્થાનિક સમાચાર

નિરોણામાં ગાંધી જયંતિના ગ્રામસભા યોજાઈ 

02 October



નખત્રાણા - કચ્છઉદય : ગાંધી જયંતીના પાવન અવસરે નિરોણા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ગામની સ્વચ્છતા, વિકાસ અને વિવિધ લોકઉપયોગી પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સફાઈ કામદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના હેતુથી દીકરીઓ દ્વારા એકત્ર કરાયેલું પ્લાસ્ટિક ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક આપનાર દીકરીઓને પ્રોત્સાહિત કરવા બદલામાં સ્ટીલનાં વાસણો ભેટરૂપે આપવામાં આવ્યાં હતાં. ઉપરાંત આવાસ યોજનાના પ્લોટ સંબંધિત સનદો ૧૭ જેટલા લાભાર્થીઓને આપવામાં આવી હતી. નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા ગ્રામજનોને સાયબર ગુનાઓથી બચવા અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામસભા દરમિયાન ગ્રામજનો, વેપારીઓ, ખેડૂતો અને આગેવાનો પાસેથી ગામના પ્રશ્નો તથા વિકાસ અંગે સૂચનો મેળવવામાં આવ્યાં હતાં. ગ્રામ પંચાયત દ્વારા મળેલા સૂચનોને આવકારતાં તેના ઉકેલ માટે ગ્રામજનોનો સહકાર અને સહભાગિતા પણ જરૂરી હોવાનું જણાવાયું હતું. તલાટી દિપેશ પોકર, રેવન્યુ તલાટી ધ્રુવીબેન ઉમરાણીયા અને તાલુકા પંચાયતના સદસ્ય જેસંગભાઈ આહીર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
----

 

Comments

COMMENT / REPLY FROM