કચ્છ યુનિ. ખાતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અર્થે સંવાદ સંગોષ્ઠિ યોજાઇ
ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમન હિમાંજય પાલીવાલના અધ્યક્ષ સ્થાને કચ્છ યુનિવર્સિટી ભુજ મુકામે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મોહનભાઈ પટેલ, રજિસ્ટ્રાર અનિલભાઈ ગોર, યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા કે.એમ ત્રિવેદી, સંસ્કૃતના તમામ અધ્યાપકોની ઉપસ્થિતિમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ વધે અને તેનું સંવર્ધન થાય તેવા હેતુસર સંવાદ - સંગોષ્ઠિનું આયોજન કરાયું હતું.
ચેરમેન હિમાંજય પાલીવાલ દ્વારા ગુજરાત રાજ્યમાં સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં સંસ્કૃત ભાષાનો વિકાસ રાજ્યની સાથે સમગ્ર દેશભરમાં કેવી રીતે કરી શકાય તે બાબતે ઉપસ્થિતોના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. સંકલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજના જિલ્લા સંસ્કૃત બોર્ડ નોડલ અધિકારી જી.જી.નાકર અને જીગર દવેએ કર્યું હતું.
---

Comments