Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

રાજકારણ સમાચાર

રાજ્યસભાની ટિકિટનો જંગ ગરમાયોઃ  કચ્છના ‘થનગનભૂષણો’ અચાનક કેમ થયા ગુમ?

03 June



રાજ્યસભાની આશાએ મોટા નેતાઓની પગચંપીથી લઈને રાજકીય તાયફાઓ સુધી કરનારાઓ હવે જાહેર જીવનમાં કેમ નથી દેખાતા? કચ્છના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય


ગાંધીધામ- કચ્છઉદય :ઃ નવી દિલ્હી અને ગાંધીનગરમાં રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાંથી ખાલી થનારી બેઠકો માટે ભાજપના ઉમેદવારો અંગે આંતરિક સ્તરે ચર્ચા અને મંથન તેજ બન્યું છે. હાલના રાજકીય ગણિત મુજબ ગુજરાતની ચારેય બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા મજબૂત માનવામાં આવી રહી છે. જોકે આ ચાર ટિકિટ કોના નામે ફાળવાશે તે મુદ્દે અનેક દાવેદારો અને તેમના સમર્થકોમાં ઉત્સુકતા વધી છે.આ સમગ્ર પ્રક્રિયા વચ્ચે કચ્છના રાજકીય વર્તુળોમાં એક રસપ્રદ ચર્ચા જોર 
પકડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યસભાની ટિકિટ મેળવવાના સપના જોતા અને પોતાને સંભવિત ઉમેદવાર તરીકે રજૂ કરતા કેટલાક સ્વયંભૂ દાવેદારો અચાનક જાહેર જીવનમાંથી ગાયબ થઈ ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે.રાજકીય જાણકારોના મતે, રાજ્યસભાની ટિકિટ મેળવવાની આશાએ કેટલાક તત્વોએ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિવિધ પ્રકારના રાજકીય કાર્યક્રમો, તાયફાઓ અને દેખાવડા ગોઠવી પોતાનું રાજકીય વજન વધારવાનો પ્રયાસ કર્યો હતો. મોટા રાજકીય આગેવાનોને કચ્છમાં આમંત્રિત કરવા, તેમની આગતા-સ્વાગતા કરવા, સતત નજીક રહેવાનો પ્રયાસ કરવા અને પોતાના પ્રભાવનું પ્રદર્શન કરવા માટે અનેક પ્રકારની કવાયતો હાથ ધરાઈ હતી.ચર્ચા તો એવી પણ છે કે કેટલાક દાવેદારોએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓની નજીક પહોંચવા માટે ચાપલુશીથી લઈને કદમપોશી સુધીના તમામ પ્રયાસો કર્યા હતા. વિવિધ પ્રસંગોએ પોતાની હાજરી નોંધાવી, ફોટોગ્રાફ્સ અને પ્રચાર સામગ્રી દ્વારા પોતાને કચ્છના મોટા રાજકીય ચહેરા તરીકે રજૂ કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી.પરંતુ હવે જ્યારે રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારોની પસંદગીનો અંતિમ તબક્કો નજીક આવી રહ્યો છે ત્યારે આવા સ્વયંભૂ દાવેદારો અને ‘થનગનભૂષણો’ અચાનક ક્યાંક ઓઝલ થઈ ગયા હોવાની ચર્ચા રાજકીય અને પ્રબુદ્ધ વર્તુળોમાં થઈ રહી છે. અગાઉ દરેક મુદ્દે નિવેદનો આપતા, કાર્યક્રમો ગોઠવતા અને રાજકીય હલચલ ઉભી કરતા આ તત્વો હાલ જાહેર મંચો પર ભાગ્યે જ જોવા મળી રહ્યા છે.કચ્છના રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાજ્યસભાની ટિકિટ માટે માત્ર ચર્ચાઓ, દેખાવડા અથવા રાજકીય નાટકો પૂરતા નથી. પક્ષની અંદરની સ્વીકાર્યતા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા, લાંબા સમયનું યોગદાન અને કેન્દ્રીય નેતૃત્વનો વિશ્વાસ જેવા પરિબળો વધુ મહત્વ ધરાવે છે.હાલ રાજ્યસભાની ઉમેદવારીને લઈને ભાજપના ઉચ્ચ સ્તરે મથામણ ચાલી રહી છે ત્યારે કચ્છમાંથી પોતાને પ્રબળ દાવેદાર ગણાવતા કેટલાક ચહેરાઓની રહસ્યમય શાંતિ અને ગેરહાજરી રાજકીય ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્યસભાની ચાર ટિકિટ કોના નામે ફાળવાય છે અને કચ્છમાંથી સપના જોનારા આ દાવેદારોની રાજકીય દોડ ક્યાં સુધી પહોંચે છે.


......................

સવાલોનો મારો...

• રાજ્યસભાની ટિકિટ માટે છેલ્લા કેટલાક મહિનાથી સક્રિય રહેલા કચ્છના સ્વયંભૂ દાવેદારો અચાનક ક્યાં ગાયબ થઈ ગયા?
• મોટા નેતાઓના કાર્યક્રમો ગોઠવવા અને આગતા-સ્વાગતા પાછળનો હેતુ સેવા હતો કે રાજ્યસભાની ટિકિટ મેળવવાનો પ્રયાસ?
• જે ચહેરાઓ રોજબરોજ નાટકો કરતા હતા, તેઓ હવે મૌન કેમ ધારણ કરી બેઠા છે?
• રાજ્યસભાની ટિકિટની ચર્ચા શરૂ થતાં જ કચ્છમાં ઉભા કરાયેલા રાજકીય તાયફાઓ અને નાટકોનું હવે શું થયું?
• શું ભાજપના આંતરિક સર્વે અને વાસ્તવિક રાજકીય સ્થિતિ સામે આવતા કેટલાક દાવેદારોની હવા નીકળી ગઈ?
• કચ્છમાંથી રાજ્યસભાની ટિકિટ મેળવવાના દાવા કરનારા નેતાઓ પાસે ખરેખર સંગઠનનો આધાર હતો કે માત્ર પ્રચારનો બલબલો?
• મોટા નેતાઓ સાથેના ફોટા અને મંચની હાજરીને રાજકીય સ્વીકાર્યતા માનવાની ભૂલ તો કરવામાં આવી નથી ને?
• કચ્છના નામે રાજકીય દાવેદારી કરનારા આ ચહેરાઓને સ્થાનિક સંગઠન અને કાર્યકરોનો કેટલો ટેકો હતો?
• રાજ્યસભાની ઉમેદવારી માટે દિલ્હી અને ગાંધીનગર સુધી પહોંચવાના દાવા કરનારા હવે જાહેરમાં કેમ દેખાતા નથી?
• ટિકિટની આશા ઓછી થતા જ રાજકીય સક્રિયતા પણ ઓછી થઈ ગઈ છે?
• શું કચ્છના નામે રાજકીય માહોલ ઉભો કરનારાઓ માત્ર પોતાનો વ્યક્તિગત એજન્ડા આગળ ધપાવી રહ્યા હતા?
• પક્ષની વિચારધારા અને સંગઠન માટે વર્ષો સુધી કામ કરનારા કાર્યકરોને પ્રાથમિકતા મળશે કે દેખાવડા કરનારા ચહેરાઓને?
• કચ્છના હિતની વાતો કરનારા આ દાવેદારોએ પોતાના વિસ્તારમાં વાસ્તવમાં કેટલું યોગદાન આપ્યું છે?
• રાજ્યસભાની ટિકિટના સપના તૂટતા જ રાજકીય પડદા પાછળ ચાલતી કવાયતોનો પણ અંત આવી ગયો છે કે શુ?

 

Comments

COMMENT / REPLY FROM