Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

રાજકારણ સમાચાર

કચ્છની ‘મિની સંસદ’માં મલાઈદાર સમિતિ ઓના  ચેરમેન કોણ? રાજકીય સમીકરણો -સળવળાટ તેજ

06 May

પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની ચાલતી બેઠક વખતે તર્કવિતર્કો તેજ



ગાંધીધામ : ગુજરાતની સાથે કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા બાદ હવે સત્તાનું સુકાન સંભાળવા માટેની તૈયારીઓ તેજ બની છે. કચ્છ જિલ્લા પંચાયત, જેને જિલ્લાની ‘મિની સંસદ’ ગણવામાં આવે છે, ત્યાં ૩૮ પૈકી ૩૬ બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે મહત્વની સમિતિઓના ચેરમેન પદે કોની વરણી થશે તેને લઈને રાજકીય પંડિતોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જિલ્લાની જનતાએ વિકાસના એજન્ડાને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટી પર અપ્રતિમ વિશ્વાસ મૂક્યો છે. જિલ્લા પંચાયતની ૩૮ બેઠકોમાંથી ૩૬ બેઠકો પર કેસરિયો લહેરાવવો એ માત્ર વિજય નથી, પરંતુ જવાબદારીનો મોટો ભાર પણ છે. હવે જ્યારે વિજય પતાકા લહેરાઈ ગઈ છે, ત્યારે સહુની નજર ‘મિની સંસદ’ ગણાતી જિલ્લા પંચાયતની મલાઈદાર સમિતિઓ અને તેના સૂત્રધારો પર ટકેલી છે.
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે રોટેશન મુજબ અંજારની ભીમાસર બેઠક પ્રબળ દાવેદાર મનાય છે, પરંતુ અસલી ખેંચતાણ તો કારોબારી, બાંધકામ, શિક્ષણ, સીંચાઈ અને આરોગ્ય જેવી મહત્વની સમિતિઓના ચેરમેન પદ માટે જોવા મળી રહી છે. આ વખતે ભાજપ સામે સૌથી મોટો 
પડકાર ભૌગોલિક અને સામાજિક સંતુલન જાળવવાનો છે. એક તરફ વાગડ અને રાપર જેવા વિસ્તારોમાં ભાજપનું શાનદાર પ્રદર્શન રહ્યું છે, તો બીજી તરફ અબડાસા અને લખપત જેવા સરહદી વિસ્તારોમાં પણ પક્ષે જનસમર્થન અંકે કર્યું છે.
રાજકીય પંડિતોના મતે, આ વખતે જ્ઞાતિગત સમીકરણો નિર્ણાયક ભૂમિકા ભજવશે. લખપત અને અબડાસામાં ક્ષત્રિય અને મુસ્લિમ ઉમેદવારોની જીતને પક્ષ કેવી રીતે વટાવશે તે જોવું રસપ્રદ રહેશે. જો કોઈ એક જ્ઞાતિને અન્યાય થાય તો તેની અસર આગામી વિધાનસભા કે લોકસભાની ગણતરીઓમાં 
પડી શકે છે. ભુજ વિસ્તારમાંથી પાટીદાર સમુદાયને ઉપપ્રમુખ પદ આપવાની ચર્ચાઓમાં પણ તર્ક દેખાય છે, કારણ કે સામાજિક સંતુલન જ સત્તાને સ્થિરતા આપે છે.પક્ષના હાઈકમાન્ડ દ્વારા ૬ઠ્ઠી મે સુધી હોદ્દેદારોને હેડક્વાર્ટર ન છોડવા અપાયેલી સૂચના સ્પષ્ટ કરે છે કે પસંદગી પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. લોબિંગ અને આંતરિક ખેંચતાણ વચ્ચે અંતે તો પક્ષની શિસ્ત અને ‘મેરિટ’ જ કામ લાગશે. પરંતુ, સત્તાના આ સિંહાસન પર જે કોઈ પણ બેસશે, તેમની સામે કચ્છના છેવાડાના ગામડાઓ સુધી વિકાસના ફળ પહોંચાડવાનો અને જનતાના ભરોસાને જાળવી રાખવાનો અસલી 
પડકાર રહેશે.હાલ તો કચ્છના રાજકીય માહોલમાં ‘કોણ બનશે ચેરમેન?’ તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને સૌની નજર આગામી સત્તાવાર જાહેરાત પર ટકેલી છે. ચર્ચાઓ અને અટકળોનો દોર ભલે તેજ હોય, પણ અંતિમ મહોર તો 
પક્ષના આંતરિક લોકશાહી અને હાઈકમાન્ડના ગણિત પર જ લાગશે. હવે જોવાનું એ રહે છે કે, કચ્છની આ મિની સંસદમાં કોનું પલ્લું ભારે રહે છે અને કોના શિરે સત્તાના તાજની સાથે સેવાની જવાબદારી આવે છે.કચ્છ જિલ્લા પંચાયતની આ જીત માત્ર આંકડાકીય નથી, પણ સામાજિક સમરસતાનું 
પરિણામ છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સત્તાના મલાઈદાર પદોની વહેંચણીમાં આ તમામ જ્ઞાતિ અને વિસ્તારોને કેવી રીતે સમાવીને ‘સૌનો સાથ, સૌનો વિકાસ‘ના મંત્રને સાર્થક 
કરે છે.

..........



સંભવિત સમીકરણો અને જ્ઞાતિગત ગણિત

ગાંધીધામ : રાજકીય જાણકારોના મતે, આ વખતે ભૌગોલિક અને સામાજિક સમીકરણોને ધ્યાને રાખીને પદોની ફાળવણી થઈ શકે છેઃ પ્રમુખ પદઃ રોટેશન મુજબ અંજારની ભીમાસર બેઠક ફાળે પ્રમુખ પદ જવાની શક્યતા છે, જેને પગલે અંજાર વિસ્તારનો દબદબો રહેશે. ઉપપ્રમુખ પદઃ ભુજ વિસ્તારમાંથી કોઈ પાટીદાર અગ્રણીને આ જવાબદારી સોંપાય તેવી અટકળો છે. લખપત-અબડાસાનો પ્રભાવઃ લખપતની પાનધ્રો અને દયાપર બેઠક પર ભાજપનો વિજય થયો છે. જો ક્ષત્રિય ઉમેદવારને અબડાસામાંથી સ્થાન ન મળે, તો લખપતથી પ્રતિનિધિત્વ મળી શકે છે. ઉપરાંત, દયાપર કે દીનારા બેઠક પરથી વિજેતા થયેલા મુસ્લિમ ઉમેદવારોને પણ સમિતિમાં સ્થાન આપી ભાજપ સામાજિક સંતુલન જાળવી શકે છે. 
સામાજિક ન્યાય સમિતિઃ આ મહત્વનું પદ નખત્રાણા વિસ્તારના ફાળે જવાની સંભાવના છે. 
વિપક્ષી નેતાઃ વિપક્ષી નેતા તરીકે નખત્રાણાની નિરોણા બેઠક ચર્ચાના કેન્દ્રમાં છે.

.........


પાર્લામેન્ટરી બોર્ડનો ધમધમાટ : આજે ઉત્તર-દક્ષિણ ગુજરાતનો વારો : કચ્છમાં કયા પેરામીટર ધ્યાન રખાશે?


ગાંધીનગર : આજ રોજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને ચાલી રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કેવા કેવા પેરામીટર અપનાવી હોદાઓ અપાશે તેને લઈને પણ કચ્છમાં ચર્ચાઓ તેજ બની છે. ગાંધીનગરના સુત્રોની વાત માનીએ તો ખાસ કરીને વિધાનસભા ર૦ર૭ને ધ્યાને રખાશે.
• ર૦ર૭ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રખાશે• જાતીગત-સ્થાનિક સમીકરણોને અપાશે પ્રાથમિકતા • સંકલનની બેઠકોમાં ફીલ્ટરેશન કરી દેવાયુ હોવાથી ઉમેદવારોની પસંદગી વખતે જે મથામણ થઈ તે આ વરણીમાં નહી થાય   • જાતીગત સમીકરણો ધ્યાને રખાશે • મનપામાં સંકલન સમીતીમાં બેઠકો થઈ ત્યાં પાટીદારોને પ્રાથમિકતાની વાત સામે આવી છે : સ્ટેન્ડીંગ કમીટીમાં અથવા અન્ય કોઈ કમીટીમાં ૧પ મનપાઓમાં પાટીદારને તક મળવાના ઉજળા ચિહ્નો • પેનલ તુટી છે,ક્રોસ વોટીંગ થયા છે, ઉમેદવારો એકમત થઈને નથી લડયા, ત્યાં કોઈ પણ જીતેલા પ્રતિનિધીને આ ટર્મ માટે હોદો નહી અપાય


..........

લોબિંગ શરૂ

ગાંધીધામ : વાગડ, રાપર અને અબડાસા જેવા વિસ્તારોમાં ભાજપને મળેલા અભૂતપૂર્વ જનસમર્થનને જોતા આ ક્ષેત્રા ઉપરાંતના જીલ્લાભરના વિજેતા મજબુત ઉમેદવારોએ પણ મલાઈદાર સમિતિઓ માટે પોતાનું લોબિંગ શરૂ કરી દીધું છે. જોકે, અંતિમ નિર્ણય તો પક્ષની શિસ્ત અને પ્રણાલી મુજબ હાઈકમાન્ડ દ્વારા જ લેવામાં આવશે.

........


૩ દીવસ બોર્ડ ચાલશે, પછી બેઠક મળશે,તે બાદ જ 
નામોની સત્તાવાર થશે જાહેરાત


ગાંધીનગર : સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ભાજપેે મેાટા ભાગે સુકાન સંભાળવા સમાન વિજય મેળવી લીધા બાદ હોદેદારો માટે સેન્સ પ્રક્રીયા આટોપી લેવાઈ હોવાથી હવે પાર્લામેન્ટરી બોર્ડ ત્રણ દીવસ માટે ચાલશે અને તે બાદ પાર્લામેન્ટરી બોર્ડની જે પ્રથમ બેઠક યોજાશે તે બેઠક બાદ નામોની જાહેરાતો કરવામા આવશે.
........


કયા પદો પર નજર?


જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપરાંત આ પદો અતિ મહત્વના માનવામાં આવે છેઃ ૧. કારોબારી ચેરમેન ૨. બાંધકામ સમિતિ ૩. શિક્ષણ સમિતિ ૪. આરોગ્ય અને સિંચાઈ સમિતિ ૫. સામાજિક ન્યાય સમિતિ ૬. શાસક 
પક્ષના નેતા અને વિપક્ષી નેતા

..........


ભાજપનો દબદબો અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના

ગાંધીધામ : કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપે કેસરિયો લહેરાવ્યો છે. ૬ઠ્ઠી મે એટલે કે આજે સુધી પ્રદેશ કક્ષાએથી તમામ હોદ્દેદારોને હેડક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ છે, જેને જોતા ટૂંક સમયમાં જ પ્રમુખ, ઉપપ્રમુખ અને વિવિધ સમિતિઓના ચેરમેન પદ માટે જાહેરાત થવાની પૂરેપૂરી સંભાવના છે.

.............




 

Comments

COMMENT / REPLY FROM