ભારત-ન્યુઝિલેન્ડ મુકત વેપાર કરાર : કચ્છના ઉદ્યોગ જગતને રાહતની આશ
બન્ને રાષ્ટ્રો વચ્ચેના ઐતિહાસીક કરારથી એશીયાની સૌથી મોટી ટીમ્બર તથા કોલસા પરની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવાના મંડાયા છે આશભર્યા મીટ
નવી દિલ્હી : ભારત અને ન્યુઝિલેડ વચ્ચેના મુકત વેપાર એફટીએ કરાર પર આજ રોજ હસ્તાક્ષર કરવાા આવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આજ રોજ પિયુષ ગોયલજીની હાજરીમાં યોજાયેલ બેઠકમાં થયેલા કરાર હેઠળ ન્યુઝિલેન્ડથી આયાત કરવામા આવતા લાકડા વુડ અને ફોરસ્ટ્રી પ્રોડકટસ અને કોલસા પર ઈમ્પૌૃટ ડયુટીઘટાડવાની ચર્ચાઓ થઈ હોવાનુ મનાય છે. કેન્દ્રીય વાણિજય મંત્રી પિયુષ ગોયલ અને ન્યુઝિલેન્ડના વેપાર મંત્રી ટોડ મેકલેની ઉપસ્થિતીમાં ઐતિહાસીક મુકત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામા
આવ્યા છે. આ કરારથી દેશના વિવિધ ક્ષેત્રોની સાથે ખાસ કરીને કચ્છના ટીમ્બર ઉદ્યોગ માટે આર્થીક સમૃદ્ધીના નવા દ્વાર ખુલવા પામશે તેવી સંભાવનાઓ તેજ બની છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ૨૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર મંત્રી ટોડ મેકલેની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી.કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા, બંને મંત્રીઓએ આગ્રામાં લેધર, ફાર્મા અને
સ્પોટ્ર્સ ગુડ્સના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. લેધર ઉદ્યોગ માટે ૨૦૩૦ સુધીમાં ઇં૫૦ અબજ ના નિકાસની તકો જોવામાં આવી રહી છે.
.........
કચ્છ અને ટીમ્બર ઉદ્યોગ માટે ભેટ
ન્યુઝીલેન્ડ ભારતને ‘પાઈન વુડ’) સપ્લાય કરતો મુખ્ય દેશ છે. આ હ્લ્છ હેઠળ લાકડા અને કોલસા પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી કચ્છ (કંડલા અને ગાંધીધામ) ના ટીમ્બર ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે અને
ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે.
.........
મુખ્ય અપડેટ્સ અને હાઈલાઈટ્સ
૧. વેપાર અને ટેરિફમાં મોટી રાહત
ભારતીય નિકાસઃ આ કરાર હેઠળ ભારતની ૧૦૦% નિકાસ (જેમ કે કાપડ, જેમ્સ અને જ્વેલરી, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ અને ફાર્મા) ન્યુઝીલેન્ડમાં ડ્યુટી-ફ્રી (ઝીરો ટેક્સ) પ્રવેશ મેળવશે.
ન્યુઝીલેન્ડની નિકાસઃ ન્યુઝીલેન્ડથી ભારત આવતી ૯૫% ચીજવસ્તુઓ પરની જકાત ઘટાડવામાં આવી છે. જોકે, ભારતે પોતાના ખેડૂતોના હિત માટે ડેરી પ્રોડક્ટ્સ (દૂધ, પનીર વગેરે) ને આ કરારથી દૂર રાખ્યા છે.
લક્ષ્યાંકઃ આગામી ૫ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને ઇં૫ અબજ સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે.
.......
૨. વિઝા અને પ્રોફેશનલ્સ માટે નવી તકો
૫,૦૦૦ વિઝા ક્વોટાઃ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ, એન્જિનિયર્સ, હેલ્થકેર વર્કર્સ અને આયુષ પ્રેક્ટિશનરો માટે ૫,૦૦૦ સ્પેશિયલ વિઝાની જોગવાઈ કરવામાં આવી છે.
૧,૦૦૦ વર્ક એન્ડ હોલીડે વિઝાઃ યુવાનો માટે દર વર્ષે ૧,૦૦૦ ‘વર્ક એન્ડ હોલીડે’ વિઝા આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે લાભઃ ન્યુઝીલેન્ડમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ ૩ થી ૪ વર્ષના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા મળશે.
...........

Comments