Trending News
ક્રાઈમ

ગાંધીધામમાં શંકાસ્પદ ૨૪૦ લીટર સીપીયુ તેલના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

14 November


કંડલાથી ગાંધીધામ તરફ આવતા નીલકંઠ પાર્કિંગ નજીક બાવળોની ઝાડીમાંથી બિનકાયદેસર સંગ્રહ કરાયેલું તેલ મળ્યું; ૮ કેરબા સહિત રૂ.૧૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કરતી બી ડિવિઝન પોલીસ

ગાંધીધામ : ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કંડલાથી ગાંધીધામ તરફ આવતા નીલકંઠ પાર્કિંગ નજીક બાવળોની ઝાડીમાં દરોડો પાડી શંકાસ્પદ સીપીયુ તેલનો ૨૪૦ લીટરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન શાંતિધામ, તા. અંજારના હરભમ હિરાભાઈ રબારી (ઉ.વ. ૩૦), મૂળ રહે. દેશલપર, તા. રાપરને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ૩૦ લીટરના ૮ કેરબા, કુલ ૨૪૦ લીટર શંકાસ્પદ તેલ, કિંમત રૂ.૧૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી મ્દ્ગજીજી કલમ ૧૦૬ અને ૩૫(૧)(ઇ) હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝનના ઇન્ચાર્જ પી.આઈ. એમ.જે. રાઠોડની સૂચનાથી કરવામાં આવી હતી. જેમાં પી.એસ.આઈ. એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.

Comments

COMMENT / REPLY FROM