મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
પશ્ચિમ કચ્છમાં નશાના કારોબારને નેસ્તોનાબૂદ કરવા પોલીસ પ્રતિબદ્ધ : એસપી  આડેસરમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્રની માનવતાભરી પહેલ બ્રહ્માકુમારીજ ગોડલિવૂડ સ્ટુડિયોના વડા બી.કે. હરિલાલભાઈ ને પ્રથમ મહર્ષિ નારદ સન્માન એવોર્ડ  વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ યાજાયો કચ્છ જિલ્લા સંઘમાં નલિયાના હકુમતસિંહ જાડેજાની બિનહરીફ વરણી દેવદિવાળીએ જનસેવાની કચેરીએ જૈનાચાર્યની પાવન પધરામણી અમદાવાદમાં રેલવે કર્મચારીઓની રમતોત્સવ સ્પર્ધાનો પ્રારંભ રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : છ વાહનો ઝડપાયાં ભુજમાં ગુરુભગવંતોના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે ભક્તિનો માહોલ કચ્છના ધોરડો, ધોળાવીરા અને ‘રોડ ટુ હેવન’ને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવાની માંગ વજીરા વાંઢ ફાટક પાસે ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઈજાઓ  ભચાઉના મોટી ચીરઈમાં સાદી માટીના  ગેરકાયદે પુરાણ બદલ ૧.૯૯ કરોડનો દંડ

ગાંધીધામના સેક્ટર-૧માં પાર્ક કરેલી કારમાંથી ૪.૧૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

WhatsApp X

એ-ડિવિઝન પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કારમાં છુપાવેલો દારૂનો જથ્થો જપ્ત કર્યો

ગાંધીધામ - કચ્છ ઉદય : શહેરના સેક્ટર-૧ વિસ્તારમાં ૪.૧૬ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.‘એ’ ડિવિઝનના ઇન્ચાર્જ 

પીઆઈ એસ.વી. ગોજીયા અને તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને એક સચોટ બાતમી મળી હતી કે સેક્ટર-૧/એ વિસ્તારમાં આવેલી ગુજરાત કો-ઓપરેટિવ બેંકની સામેના ખુલ્લા પ્લોટમાં એક શંકાસ્પદ કાર ઉભી છે.પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડતા ત્યાં સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કાર મળી આવી હતી. પોલીસ દ્વારા જ્યારે આ કારની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૩૭૨ બોટલો મળી આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કારના ચાલકે દારૂનો આ જથ્થો ગુપ્ત રીતે છુપાવ્યો હતો. પોલીસે અંદાજે ૪.૧૬ લાખ 

રૂપિયાની કિંમતનો દારૂ અને ૧.૫૦ લાખની કિંમતની કાર મળીને કુલ ૫.૬૬ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે ગુનો નોંધીને કારના ચાલક અને આ દારૂનો જથ્થો મંગાવનાર તેમજ મોકલનાર શખ્સો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.