આડેસર ચેકપોસ્ટ પર દારૂનો મોટો જથ્થો ઝડપાયો : ૫,૩૮૮ બોટલ સાથે ૧૪.૬૯ લાખનો મુદ્દામાલ કબજે!
બોલેરો પીકઅપમાં લીલા તારપોલીનની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ : આડેસર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ૫,૩૮૮ બોટલ-ટીન દારૂ અને પીકઅપ ગાડી મળી કુલ ૧૪,૬૯,૨૭૨નો મુદ્દામાલ જપ્ત કર્યો
ગાંધીધામ - કચ્છઉદય :પૂર્વ કચ્છના આડેસર પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન બોલેરો પીકઅપ નંબર જીજે-૦૧ કેટી-૧૯૨૨માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. લીલા તારપોલીનની આડમાં લઈ જવાતી દારૂની ૫,૩૮૮ બોટલ-ટીન તથા પીકઅપ ગાડી મળી કુલ ૧૪,૬૯,૨૭૨નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર, પીએસઆઈ બી.વી. ગાગીયા સહિત આડેસર પોલીસ સ્ટાફે કરી હતી.
...........
વિજયના વહીવટનો અંત આવતાં જ દારૂના ધંધા પર તવાઈ? આડેસર-રાપરમાં પોલીસની ધડાધડ કાર્યવાહી!
મુખ્ય બ્રાન્ચના વહીવટદારની હકાલપટ્ટી બાદ પોલીસની કાર્યવાહી તેજ? જૂની વ્યવસ્થા સામે ઊઠ્યા સવાલો!
મુખ્ય બ્રાન્ચના વહીવટદાર વિજય દૂર થયા બાદ આડેસર અને રાપર વિસ્તારમાં દારૂના જથ્થા ઝડપાવાની ઘટનાઓ ચર્ચાનું કેન્દ્ર બની છે. આડેસર ચેકપોસ્ટ પરથી જ બોલેરો પીકઅપમાં લીલા તારપોલીનની આડમાં લઈ જવાતો ૫,૩૮૮ બોટલ-ટીન વિદેશી દારૂ તથા વાહન મળી કુલ ?૧૪.૬૯ લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે અગાઉ આ વિસ્તારોમાં આવી કડક કાર્યવાહી કેમ જોવા મળતી નહોતી? શું મુખ્ય બ્રાન્ચમાં થયેલા ફેરફાર બાદ પોલીસની કામગીરીમાં બદલાવ આવ્યો છે? આડેસર-રાપરના દારૂના નેટવર્ક પાછળના મોટા માથાઓ સુધી પોલીસ પહોંચશે કે કેમ તે જોવું રહ્યું.

Comments