Trending News
સ્થાનિક સમાચાર

નેત્રા ખાતે જોગમૈયા મહિલા મંડળ અને મહાજન મંડળ નવરાત્રીમાં જિલ્લા- તાલુકા પંચાયતના સભ્યોનું સન્માન કરાયું 

17 October


મહાઆરતી પ્રસંગે ભેટ તેમજ રમાતી બાલિકાઓને ડ્રો દ્વારા ઈનામ સહિત ગામડાની પરંપરાની ગરબારૂપી જ્યોત હંમેશા જાગતી રહે તેવી અપીલ

રવાપર - કચ્છઉદય : પવિત્ર નવરાત્રી નિમિતે તાલુકાના નેત્રા માતાજી ખાતે જોગમૈયા મહિલા મંડળ સોમનાથનગર અને મહાજન મિત્ર મંડળ (રામ મંદિર) ખાતે જિલ્લા પંચાયતના સભ્ય , તા.પં. સભ્યએ હાજરી આપી આરતી, દર્શન બાદ તેમનું મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 
નેત્રા સોમનાથનગર જોગમૈયા મહિલા મંડળ નીતાબેન ભગવાનદાસ જોષી તેમજ સ્થાનિક મહિલા મંડળ દ્વારા ભવ્ય ઓરકેસ્ટ્રા સાથે માતાજીના પ્રાચીન ગરબાનું આયોજન કરાય છે, જેમાં સ્થાનિક રહેવાસી, ગામના આગેવાનો તન, મન, ધનથી સહયોગ આપી રહ્યા છે, જેમાં તા.પં. સભ્ય અશ્વિનભાઈ રૂપારેલનું સન્માન હરેશભાઈ જોષી, ભરતભાઈ જોષી, ભગવાન જોષી દ્વારા જયારે નેહાબેનનું સન્માન તમામ આયોજક મહિલા મંડળ દ્વારા કરાયું હતું. ત્યારબાદ ઈનામી ડ્રો દ્વારા સૌને ભેટ અર્પણ કરાઈ હતી. જયારે મહાજન મિત્ર મંડળ રામ મંદિર ખાતે અશ્વિનભાઈ અને નેહાબેનનું ઘનશ્યામ ઠક્કર, રાજેશ કારિયા, જીગર સેજપાલ સહિત મહિલા મંડળ દ્વારા શાલથી સન્માન કરાયું હતું. મહાઆરતીમાં તમામ બાલિકાઓને ભેટ પ્રસાદ અર્પણ કરાઈ હતી.
------

Comments

COMMENT / REPLY FROM