વંદે ભારત ટ્રેનોના મેજર મેઈનટેનન્સ માટે હવે અન્ય સ્થળોએ નહીં જવું પડે
સાબરમતીમાં રૂા. ૩૦૭ કરોડના ખર્ચે વિકસિત થઈ રહ્યું છે વંદે ભારત ટ્રેનોની જાળવણી માટે અત્યાધુનિક મેઈન્ટેનન્સ હબ : વ્હીલ કેર શેડ, હેવી રિપેર બે શેડ અને વિવિધ સેક્શન શેડનું બાંધકામ પ્રગતિ પર : આધુનિક મશીનો અને ટેકનિકલ સુવિધાઓથી સજ્જ હશે ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો
અમદાવાદ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા સાબરમતી ખાતે આવેલ ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોમાં વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોના મેઇન્ટેનન્સ માટે અત્યાધુનિક ટ્રેનસેટ મેઈન્ટેનન્સ હબ વિકસાવવામાં આવી રહ્યું છે. આ પરિયોજનાના હેઠળ લગભગ રૂા. ૩૦૭ કરોડના ખર્ચે વિવિધ વિશેષ શેડ, આધુનિક મશીનો તેમજ ટેકનિકલ સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરિયોજના પૂર્ણ થવા પર આ સુવિધા આધુનિક ટ્રેનસેટના નિર્ધારિત મેઇન્ટેનન્સ કામોને વધુ વ્યવસ્થિત, સુરક્ષિત અને અસરકારક રીતે સંપન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ મેન્ટેનન્સ શેડ થોડા સમય બાદ વંદે ભારત ટ્રેનોના મેન્ટેનન્સ અને જાળવણી માટે તૈયાર થઈ જશે.
પરિયોજના હેઠળ હેવી રિપેર બે શેડ, વિવિધ સેક્શન શેડ, વ્હીલ કેર શેડ, ટૅન્ડમ વ્હીલ લેથ શેડ, ડ્રોપ પિટ, રિટ્રેક્ટબલ ઓવરહેડ ઇક્વિપમેન્ટ, મશીનરી અને પ્લાન્ટ તથા અન્ય સંબંધિત સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરિયોજનાના વિવિધ ઘટકો પર કામ અલગ-અલગ તબક્કામાં પ્રગતિમાં છે તથા કેટલાક મુખ્ય માળખાઓનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
સાબરમતી ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોંમાં ૨૪ કોચવાળી વંદે ભારત ટ્રેનસેટના સોફ્ટ શેડ્યૂલના નિર્ધારિત મેઇન્ટેનન્સ કામોને સંપન્ન કરવા માટે જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. મેઇન્ટેનન્સ લગભગ ૩૦ દિવસોમાં તથા આ સુવિધાઓ વિકસિત થવાથી આધુનિક ટ્રેનસેટના મેઇન્ટેનન્સ માટે જરૂરી ટેકનિકલ તેમજ ઓપરેશનલ ક્ષમતાને મજબૂતી મળશે.
આ શેડમાં ટ્રેક્શન ટ્રાન્સફોર્મર, ટ્રેક્શન કન્વર્ટર, ટ્રેક્શન મોટર, ઓક્ઝિલરી કન્વર્ટર, આઈસોલેશન ટ્રાન્સફોર્મર, પેન્ટોગ્રાફ તથા રૂફ-માઉન્ટેડ પેકેજ યુનિટ જેવા મહત્વપૂર્ણ ઉપકરણોના રક્ષણ માટે સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આનાથી ટ્રેનસેટના વિવિધ ટેકનિકલ ઉપકરણોના મેઈનટેનન્સ કામોને એક જ સંકુલમાં વ્યવસ્થિત રૂપથી સંપન્ન કરવામાં સહાયતા મળશે. એક લાઇન પર સિન્ક્રોનાઇઝ્ડ પિટ જેકના મારફતે કોચ ઊંચા કરવા તથા બૉગીઓને બહાર કાઢવાની સુવિધા વિકસાવવામાં આવી રહી છે. બીજી લાઇન પર કોચના આંતરિક ભાગ, યાત્રીઓની સુવિધાઓ, બ્રેક સિસ્ટમ તથા અન્ય વિદ્યુત ઉપકરણોના મેઈનટેનન્સની વ્યવસ્થા હશે. આ સુવિધાઓના પૂર્ણ રૂપથી વિકસિત થયા પછી ટ્રેનસેટના વિવિધ મેઈનટેનન્સ કામોને વધુ સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરી શકાશે.
------

Comments