શિવાલિકા પ્રાઇમ નવરાત્રીમાં મહાનુભાવોની હાજરીથી ઉત્સાહ વધ્યો
સાંસદ વિનોદ ચાવડા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીર સહિત અગ્રણીઓ અને ‘સુપરકંડ’ ફિલ્મના કલાકારોએ મહોત્સવની મુલાકાત લીધી
ભુજ - કચ્છ ઉદય : શિવાલિકા પ્રાઇમ નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ સાથે ઉત્સાહનો માહોલ જામ્યો છે. પ્રથમ વર્ષથી જ લોકપ્રિયતા મેળવનારા મહોત્સવમાં આ વખતે પણ ખેલૈયાઓ અને ગરબા પ્રેમીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહોત્સવમાં રાજકીય, સામાજિક અને મનોરંજન ક્ષેત્રની જાણીતી હસ્તીઓની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
મહોત્સવની મુલાકાત લેનાર મહાનુભાવોમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ પશ્ચિમના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર અને યુવા ધારાશાસ્ત્રી કલ્પેશ ગોસ્વામીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આવનારી ગુજરાતી ફિલ્મ ‘સુપરકંડ’ના કલાકારોએ પણ મહોત્સવમાં હાજરી આપી હતી.
મહોત્સવના આયોજનમાં શિવાલિકા જૂથના અંકિત ગોસ્વામી અને કિશન ગોસ્વામી સાથે બીએમસીબી જૂથની નર્સિંગ કોલેજનાં આચાર્ય અંબિકા ચંદ્રન, શાળાનાં આચાર્ય ગુલશનબેન દ્વિવેદી, જ્ઞાનશક્તિ શાળાના રાજેશ તિવારી, સંસ્કાર શાળાના કિરીટભાઈ કારિયા તથા ફ્રેન્ડ્સ ઓફ રોટરીના ધવન શાહ, ધવલ દૈયા અને નિલય ત્રિવેદી સહિતના અગ્રણીઓનો સહયોગ રહ્યો હતો.
-----

Comments