Trending News
સ્થાનિક સમાચાર

રાજકોટ કમિશનરમાંથી ગાંધીધામના કમિશનર બોધપાઠ લેશે? કેમ બહુચરાજીના ભગત બની રહ્યા છે? લાલઆંખ શા માટે નહીં?

12 September

રાજકોટમાં ડેપ્યુટી ઇજનેર સહિત બે સસ્પેન્ડઃ ડેપ્યુટી કમિશનર - સિટી ઇજનેરને નોટીસની ફટકાર



પ્રજાના ટેક્સના પૈસાની સાથે ખીલવાડ, માળખાકીય કામોમાં લીંપાપોતી કરશો તે જરાય સહેજ પણ નહીં ચાલેઃ રૂ. ૪૦ કરોડના બ્રિજના કામમાં એલાઈનમેન્ટ યોગ્ય ન હોવાથી જવાબદાર ડેપ્યુટી ઇજનેર સી. કારીયા અને આસિસ્ટન્ટ ઇજનેર વિશાલ વાગડીયાને તાત્કાલિક અસર રાજકોટ કમિશ્નર દ્વારા એકિઝાટકે 
અપાયા પાણીચાંઃ કામચોર-બેદરકાર તત્વોમાં ફફડાટ

કમિશનરશ્રીએ ડેપ્યુટી કમિશનર તથા સિટી ઇજનેરને પણ શો-કોઝ નોટીસ ફટકારી દીધીઃ જો રાજકોટમાં કમિશનરશ્રી પોતાની સત્તાનો ઉપયોગ પ્રજાહિત-સરકારહિતમાં કરી શકે છે તો ગાંધીધામ કમિશનર કેમ ન કરે?


ગાંધીધામમાં પણ હંગામી ઇજનેરથી લઈ અને સિટી ઇજનેરની સામે સંકુલમાંથી ઉઠી રહ્યા છે તરેહ-તરેહના સવાલોઃ રોડ-રસ્તાથી લઈ અને વરસાદી નાળા સહિતના કામોમાં હંગામી એન્જિનિયરે ‘લોટ-પાણી ને લાકડા’નો જ કર્યો છે તાલઃ પીએમસી સર્ટિફિકેટના પણ કૌભાંડો પાપ છાપરે ચડીને પોકારે તેમ ગાજી રહ્યા છે, છતાં એન્જિનિયરની સામે કડકાઈપૂર્વક પગલાં લેવામાં ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ વર્તી રહ્યા છે ઢીલાઢફ; કેમ આવા ડેપ્યુટી કમિશનરને પણ ન ફટકારાઈ શો-કોઝ નોટીસ? શું રાજકોટ અને ગાંધીધામના કમિશનરની સત્તાઓમાં કોઈ ફર્ક છે? રાજકોટ કમિશનરને વધુ સત્તા મળેલી છે અને ગાંધીધામ કમિશનરને ઓછી મળી છે? કે પછી બંનેના કામ કરવાની ઈચ્છાશક્તિમાં મોટો ફર્ક છે? : જાણકારોમાંથી ઉઠતા તીખા સવાલો


ગાંધીધામ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નાગરિકોના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે થતા વિકાસકામોમાં ભ્રષ્ટાચાર અને લોટ-પાણી-લાકડા જેવી કામગીરી સામે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે કડક વલણ અપનાવીને દાખલો બેસાડ્યો છે. કટારી ચોકડી પાસે રૂ. ૪૦ કરોડના ખર્ચે આકાર લઈ રહેલા ૩ બ્રિજના નિર્માણ કાર્યમાં ગંભીર બેદરકારી સામે આવતા કમિશનરે આકરાં પગલાં લીધા છે. બ્રિજનું એલાઈનમેન્ટ યોગ્ય ન હોવાનું તથા રોડ-રસ્તાના કામોમાં ક્ષતિઓ હોવાનું સામે આવતા ડેપ્યુટી ઇજનેર સી. કારીયા અને આસિસ્ટન્ટ ઇજનેર વિશાલ વાગડીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 
આટલું જ નહીં, સુપરવિઝનમાં નિષ્ફળ રહેલા ડેપ્યુટી કમિશનર તેમજ સિટી ઇજનેરને પણ ‘કારણ દર્શાવો’ (શો-કોઝ) નોટીસ ફટકારી દેવાતાં કામચોર અને ભ્રષ્ટ કર્મચારીઓ-અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સમગ્ર બ્રિજ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. રાજકોટમાં 
કમિશનરની આ લાલઆંખ બાદ હવે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન/તંત્ર સામે તીખા સવાલો ઉઠી રહ્યા છે. ગાંધીધામ સંકુલમાં હંગામી ઇજનેરથી લઈને સિટી ઇજનેર સુધીના અધિકારીઓની કામગીરી સામે પ્રજા અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ-રસ્તા, ગટર અને વરસાદી નાળાના નિર્માણમાં ગુણવત્તાના નામે ધાંધિયા ચલાવવામાં આવી રહ્યા છે. 
પીએમસી (પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ) સર્ટિફિકેટ 
આપવાના મામલે પણ મોટા 
પાયે કૌભાંડો ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ પાપે છાપરે ચડીને 
પોકારી રહી છે.આમ છતાં, આવા ગંભીર પ્રકરણોમાં પણ જવાબદાર ઇજનેરો સામે કડક પગલાં લેવામાં તપાસનીશ ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ ભારે ઢીલાઢફ વર્તી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકો પ્રશ્ન 
પૂછી રહ્યા છે કે કૌભાંડો સામે આંખ આડા કાન કરતા ડેપ્યુટી કમિશનરને કેમ હજુ સુધી શો-કોઝ નોટીસ નથી ફટકારાઈ? શું રાજકોટના કમિશનર અને ગાંધીધામના કમિશનરની કાનૂની સત્તાઓમાં કોઈ ફર્ક છે? રાજકોટ કમિશનરને વધુ સત્તાઓ આપેલી છે અને ગાંધીધામ કમિશનરને ઓછી? કે પછી બંને અધિકારીઓની કામ કરવાની ઈચ્છાશક્તિ અને દાનતમાં જ મોટો તફાવત છે? ગાંધીધામના કમિશનર ક્યારે બહુચરાજીના ભગત બનવાનું છોડીને પ્રજાહિતમાં લાલઆંખ કરશે તેવા તીખા સવાલો હવે સંકુલમાં આતંરીક ચર્ચાના કેન્દ્રસ્થાને બન્યા છે.


.........................

ગાંધીધામ મનપામાં રસ્તાના હલકી કક્ષાના કામો મુદ્દે હોદ્દેદારો 
લાલ આંખ કરે છે તો અધિકારીઓ કેમ મોંમાં મગ ભરીને બેઠા છે?

કરાર આધારિત હેંગમી એન્જિનિયરનું રાજીનામું કે માત્ર અગાઉની માફક નાટક? ચર્ચાનો વિષય 


રાજીનામુ ભલે આપી દીધુ હોય, પરંતુ તેનાથી રોડ-રસ્તાની ગુણવત્તામાં જો ખરેખર આવા હંગામી તત્વો થકી જ કામો હલ્કી ગુણવત્તાના થયા હોય તો આ એન્જીનીયરની જવાદબારી ફીટ કરવી જોઈએઃ કમિશ્નરએ ડે.કમિશ્નર અને સીટી એન્જીનીયરને આ બાબતે ઠેરવવા જ જોઈએ જવાબદાર : બીજા એક એન્જીનીયરને પણ માત્ર સમ ખાવા પુરતી નોટીસ ફટકારી સંતોષ માની લેવાના બદલે ખરેખર જો હંગામી એન્જીનીયરની લાપરવારી આવે તો તેની સામે પણ કડક રાહે જ કાર્યવાહી અધિકારીએ કરવી ઘટે?


...............

ગાંધીધામઃ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા રસ્તાના બાંધકામ અને મરામત સહિતના કામોમાં વ્યાપક લોલંલોલ અને ગુણવત્તાહીન કામગીરીને લઈને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના ખૂણે-ખૂણેથી હલકી કક્ષાના રોડ કામો અંગે ફરિયાદોનો અંબાર લાગ્યો હોવા છતાં, 
મનપાના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં હોવાનો ઘાટ સર્જાયો છે.ગઈકાલે જનપ્રતિનિધિઓ અને મનપાના હોદ્દેદારો—શ્રીમતી દિવ્યાબેન નાથાણી અને તેજસભાઈ શેઠદ્વારા હલકી કક્ષાના કામો મુદ્દે  બેઠકમાં કડક વલણ અપનાવીને બેદરકારી કરનારાઓને રૂબરૂમાં બોલાવી પ્રજાહિતના કામોમાં જરા સહેજ પણ લીંપાપોત્તી હવે નહી ચલાવી લેવાની ચીમકી જવાબદારોને આપી કામની ગુણવત્તામાં ધ્યાન આપવા તાકીદભરી કડક સુચનાઓ આપી હતી. હોદ્દેદારોએ લાલ આંખ કરીને સંબંધિત કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને જવાબદારોને આકરા શબ્દોમાં ખખડાવ્યા હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આ ઘમાસાણ બાદ મનપાના હંગામી એન્જિનિયરે રાજીનામું આપી દીધું હોવાની વિગતો સામે આવી રહી છે. જોકે, સ્થાનિક વર્તુળોમાં ચર્ચા છે કે આ ખરેખર નૈતિક જવાબદારી સ્વીકારીને અપાયેલું રાજીનામું છે કે પછી ભૂતકાળની જેમ આવા બની બેઠેલ હંગામી એન્જીનીયર દ્વાર અભી બોલા અભી ફોકવાળો જ તાલ થવા પામી રહ્યો છે. હડેીગ



.......................

પદાધિકારી બોલ્યા તો ડે.કમિશ્નર રામાનુજ-સિટી 
એન્જીનીયર મયંક શાહ હજુય કેમ મુંગામંતર?



અધિકારીઓની રહસ્યમય ચુપકીદી સામે ઉઠતા અણીયારા સવાલો


પદાધિકારીઓએ કામની ગુણવત્તા ચકાસવા ઠેર ઠેર સ્થળ પર જઈ રહ્યા છે, તો આ ડે.કમિશ્નર હોય કે પછી સિટી એન્જીનીયર તેમનો એસી ચેમ્બર છોડવાનો મોહ કેમ છુટતો નથી? 

શુ પ્રાથમીક જવાબદારી તેમની આ કામોની જોવાની નથી બનતી? 

ગાંધીધામ :  જ્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો જાહેર હિતમાં લાલ આંખ કરી શકતા હોય, તો કાયમી ધોરણે આ બાબતે પ્રાથમિક સત્તા ધરાવતા અધિકારીઓ કેમ આંખ આડા કાન કરીને મોંમાં મગ ભરીને બેઠા છે?  કથળતી ગુણવત્તા અને ઠેર-ઠેરથી ઉઠતી ફરિયાદો તાં જવાબદાર એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરને કડક ઠપકો આપવાની તસ્દી પણ અધિકારીઓ કેમ લેતા નથી?  જો રોડના કામોની ગુણવત્તા ચકાસવા, કોન્ટ્રાક્ટરો પાસેથી હિસાબ લેવા અને સ્થળ તપાસ કરવા માત્ર હોદ્દેદારોને જ જવું પડતું હોય, તો પછી મનપામાં લાખોના પગારદાર એન્જિનિયરો અને અધિકારીઓની જરૂર જ શું છે? શહેરમાં ચાલતા વિકાસકામોમાં થતા ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી સામે જો હવે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નાગરિકોનો આક્રોશ વધુ ઉગ્ર બને તેવી પૂરી શક્યતા છે. ખરેખર તો હંગામી એન્જીનીયરની સાથેસાથે સિટી એન્જીનીયર તથા ડે.કમિશ્નરના પણ આવા કિસ્સાઓમાં કડક પુછાણા લઈ અને તેમની સામે પણ ધાક બેસાડતી કાર્યવાહી કરવી જ ઘટે.

Comments

COMMENT / REPLY FROM