Trending News
ક્રાઈમ

ગાંધીધામ હાઇવે પર ભયાનક અકસ્માતઃ ટ્રેલર અને બોલેરો વચ્ચે ટક્કર, ૧નું મોત અને ૭ ઘાયલ

12 September


સમશાન પુલિયા નજીક સવારે ૮ વાગ્યાની આસપાસ સર્જાયો અકસ્માત, બોલેરોમાં ૮ લેબર સવાર હતા


અકસ્મત બાદ હાઇવે પર લોકોના ટોળા ઉમટ્યા, ઘાયલોને સારવાર માટે ખસેડાયા


ગાંધીધામ : ગાંધીધામ હાઇવે પર સમશાન પુલિયા નજીક આજે સવારે આશરે ૮ વાગ્યાના અરસામાં ટ્રેલર અને પિકઅપ બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ પિકઅપ બોલેરોમાં કુલ ૮ જેટલા લેબર સવાર હતા.ટ્રેલર અને બોલેરો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ૭ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતના પગલે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગાંધીધામ હાઇવે પર ભારે વાહનોની બેફામ અવરજવર વચ્ચે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ ગંભીર અકસ્માત બાદ ફરી એક વખત સવાલ ઉઠ્યો છે કે બેફામ દોડતા ભારે વાહનો પર ક્યારે લગામ આવશે? હાઇવે પર વધુ કેટલા લોકોના જીવ જશે ત્યાર બાદ તંત્ર જાગશે?


 

Comments

COMMENT / REPLY FROM