આર. આર. લાલન કોલેજ, ભુજ ખાતે ભવ્ય જોબ પ્લેસમેન્ટ ફેરમાં ૯૭ વિદ્યાર્થીઓની પસંદગી
ભુજ - કચ્છઉદય : શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તેમજ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત યોજના અંતર્ગત, ભુજ સ્થિત સરકારી આર. આર. લાલન સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય ‘પ્લેસમેન્ટ ફેર’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આચાર્ય ડૉ. સી. એસ. ઝાલાના માર્ગદર્શન હેઠળ આ પ્લેસમેન્ટ ફેરનું સુચારૂ આયોજન હાથ ધરાયું હતું. આ કેમ્પસ ઇન્ટરવ્યુ ડ્રાઇવમાં કચ્છ તથા આસપાસના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રની નામાંકિત કુલ ૧૦ કંપનીઓ, ઉદ્યોગોએઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના વિવિધ વિષયોના અંતિમ વર્ષના સ્નાતક કક્ષાના ૧૨૯ વિદ્યાર્થીઓઅ ેપ્લેસમેન્ટ ફેરમાં રજીસ્ટ્રેશન કરાવી ઇન્ટરવ્યુ આપ્યા હતા. કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા લેવાયેલા ઇન્ટરવ્યુ બાદ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૯૭ વિદ્યાર્થીઓની પ્રારંભિક પસંદગી કરવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની પસંદગી થતાં સમગ્ર કોલેજ પરિવાર તેમજ વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. આયોજનને સફળ બનાવવા માટે ઉદિશા અને પ્લેસમેન્ટ સેલના ચેરમેન પ્રો. (ડૉ.) ટી. ટી. ખત્રી તથા કમિટી સભ્ય પ્રો. (ડૉ.) આર. એસ. જાનીએ વિશેષ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત પ્લેસમેન્ટ કમિટીના અન્ય સભ્યો પ્રો. એ. એચ. ત્રિપાઠી, પ્રો. એ. એન. રાજગોર, પ્રો. આર. વી. યાદવ, સુશ્રી ફાલ્ગુની કતીરા તેમજ પ્લેસમેન્ટ કો- ઓર્ડિનેટર કિરણ શ્રીમાળીએ સંકલન સાધી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આચાર્ય ડૉ. સી. એસ. ઝાલા તથા અધ્યાપકગણે પસંદગી પામેલા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આયોજક ટીમને સફળ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
---

Comments