ભચાઉમાં પોલીસનું સરપ્રાઈઝ કોમ્બિંગ : ૧૦ પ્રોહિબિશન કેસ સહિત ૮૦થી વધુ કાર્યવાહી, ૧૧૬ વાહનો ચેક
૫૪ પોલીસ અધિકારી-કર્મચારીઓની ટીમે અસામાજિક તત્વો અને જાણીતા ગુનેગારોનું સઘન ચેકિંગ કર્યું :
૯ હોટલ-ઢાબા પણ ચેક કરાયા, M.V. Act હેઠળ વાહનો સામે કાર્યવાહી અને ૮,૪૦૦નો સ્થળ દંડ
ભચાઉ : પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી તેમજ પ્રોહિબિશન અને જુગારની બદી પર અંકુશ લાવવા ભચાઉ તથા ભચાઉ ડિવિઝન પોલીસે સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.
પોલીસની અલગ-અલગ ટીમો બનાવી કુલ ૫૪ અધિકારી-કર્મચારીઓ દ્વારા અગાઉ પ્રોહિબિશન, ચોરી સહિતના ગુનાઓમાં ઝડપાયેલા ઈસમો તથા અસામાજિક તત્વોને ચેક કરવામાં આવ્યા હતા. સાથે જ વાહન ચેકિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી.કોમ્બિંગ દરમિયાન ૧૦ પ્રોહિબિશન કેસ, ૪ જી.પી. એક્ટ કલમ ૧૩૫ના કેસ અને M.V.Act કલમ ૧૮૫ હેઠળ ૨ કેસ નોંધાયા હતા. ઉપરાંત ૪ વાહનો ડિટેઈન, M.V.Act હેઠળ ૨૮ એન.સી., ૮,૪૦૦નો સ્થળ દંડ, ૩૨ M.C.R.અને ૯ H.S. ની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુલ ૧૧૬ વાહનો અને ૧૫ હોટલ-ઢાબા ચેક કર્યા હતા.
આ કામગીરીમાં ભચાઉ, રાપર, સામખીયારી, લાકડીયા, આડેસર અને ગાગોદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફ જોડાયા હતા.

Comments