મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભુજ ખાતે એઇમ્સ રાજકોટ દ્વારા યોજાનાર નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા સાંસદની અપીલ કચ્છ યુનિવર્સિટીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અંજારમાં યુવાનોને નશામુક્તિ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ નેપાળ દેશમાં ભુજ મંદિરના સંતો અને નેપાલના નાણામંત્રીની ઉપસ્થિતિમાં નીલકંઠવર્ણી આશ્રમનું લોકાર્પણ ખાવડામાં અદાણીના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનું વિશાળ સ્વરૂપ જોઈ દિલજીત દોસાંઝ અભિભૂત કચ્છમાં સ્વેટરના નામે ખાનગી શાળાઓની મનમાની સામે આક્રોશ ચૂંટણી પૂર્વે ભાજપનો માસ્ટર પ્લાન : કચ્છ ની તમામ  ૬ વિધાનસભા બેઠકો પર ૧૨ સિનિયર નેતાઓ તૈનાત થશે ગાંધીધામમાં SOG સપાટો ! ટ્રેલરમાંથી ૬.૮૮ લાખનું હેરોઈન ઝડપાયું યદુવંશી સોરઠિયા યુવા મંડળ શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ર૦ નવદંપતિઓ જોડાયા ગાંધીધામના વ્યાસ દંપતીએ ગુરુશ્રીના આશીર્વાદ મેળવ્યા ભુજની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૩મો સ્થાપના દિવસ ઉજવાયો પાંચ વર્ષથી ફરાર હત્યાનો ઈનામી આરોપી જોધપુરની હોટલમાંથી ઝડપાયો

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનશે

WhatsApp X

 ર રહી છે. રોહિત ૨૦૧૧માં આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયા ત્યારથી તેઓ ટીમની કેટલીક સૌથી શ્રેષ્ઠ ક્ષણોના કેન્દ્રમાં રહ્યા છે. તેમણે એમઆઈને પ આઈપીએલ ટાઇટલ અપાવ્યા છે અને ટીમમાં વિનિંગ કલ્ચરને ઘડવામાં મદદ કરી છે. તેમનું નેતૃત્વ, યુવા પ્રતિભામાં તેમનો અટલ વિશ્વાસ અને ટીમ સાથેનો ઊંડો નાતો તેમને મુંબઈ ઈન્ડિયન્સની ગાથાનો એક અભિન્ન હિસ્સો બનાવે છે.

નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, અમે ૨૦૧૧માં રોહિત માટે બોલી લગાવી હતી અને તે ક્ષણથી જ તેઓ અમારા મુંબઈ ઈન્ડિયન્સ પરિવારનો હિસ્સો બની ગયા છે. મને હજુ પણ અમારી સાથે જોડાયેલો યુવા રોહિત યાદ છે, અને વર્ષોથી એક ક્રિકેટર, ચેમ્પિયન, સફળ લીડર અને એક અદભૂત પારિવારિક વ્યક્તિ તરીકે તેમને આગળ વધતા જોવા એ મારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત રહી છે. આપણે મુંબઈ ઈન્ડિયન્સની ૨૦મી સિઝનને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે રોહિતને ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરતા નિહાળવા એ આપણા સહુના માટે અત્યંત ખાસ ક્ષણ છે. તેમણે વર્ષોથી આપણને અનેક અવિસ્મરણીય યાદો આપી છે, અને હું જાણું છું કે તેઓ આપણી પલટન માટે કેટલા મહત્ત્વપૂર્ણ છે. હું આશા રાખું છું કે આ નવો અધ્યાય તેમના માટે, આપણી ટીમ માટે અને મુંબઈ ઈન્ડિયન્સના લાખો ચાહકો માટે ગૌરવની અનેક નવી ક્ષણો લઈને આવશે. રોહિત, અમે બધા તમારા માટે ચીયર કરી રહ્યા છીએ!

આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમારી ઐતિહાસિક ૨૦મી સિઝનમાં રોહિત બ્લુ એન્ડ ગોલ્ડ જર્સીનું નેતૃત્વ કરશે તે વાતથી હું અત્યંત પ્રસન્ન છું. રોહિતનો મુંબઈ ઈન્ડિયન્સ અને અમારી પલટન સાથેનો નાતો ખરેખર અનોખો છે. આગામી સિઝન અંગેની અમારી વાતચીતમાં, આપણે સાથે મળીને શું હાંસલ કરી શકીએ તે અંગે ઉત્સાહ અને મહત્ત્વાકાંક્ષાની સહિયારી ભાવના જોવા મળી છે. રોહિતના અનુભવ અને નેતૃત્વ તેમજ અમે જે રોમાંચક ટીમ બનાવી રહ્યા છીએ તેની સાથે, આગળ ઘણું બધું હાંસલ કરવાનું છે. અમે એવી ક્રિકેટની રમત રમવા માંગીએ છીએ જેના પર આપણી પલટનને ગર્વ થાય અને સાથે મળીને અનેક ખાસ યાદોનું સર્જન કરી શકીએ.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સ મારા જીવનનો એક મોટો હિસ્સો રહ્યું છે, અને આ ટીમનું નેતૃત્વ કરવું એ મારા માટે હંમેશા મારા માટે અત્યંત ગર્વની બાબત રહી છે. આગામી સિઝન અંગે નીતા ભાભી અને આકાશ સાથે મારી વાતચીત અત્યંત રોમાંચક રહી છે, અને અમે હજી ઘણું હાંસલ કરી શકીએ તેનો મને પાક્કો વિશ્વાસ છે. હું ૨૦મી સિઝન માટે, આગામી પડકારો માટે અને અમારી પલટન માટે સેલિબ્રેટ કરવાની અનેક ક્ષણોનું સાથે મળીને સર્જન કરવા તૈયાર છું. અમે સૌથી વધુ ધ્યાન અમારી આગવી શૈલીમાં ક્રિકેટ રમવા, સાથે મળીને તીવ્ર સ્પર્ધાત્મક રમત રમવા અને રમતનો આનંદ માણવા પર કેન્દ્રિત રહેશે. રોહિત ટીમને તેની ૨૦મી સિઝનમાં દોરીને લઈ જઈ રહ્યો હોવાથી, મુંબઈ ઈન્ડિયન્સ નવી ઊર્જા, મહત્ત્વાકાંક્ષા અને પલટનના અતૂટ સમર્થન સાથે ૨૦૨૭ તરફ મીટ માંડી રહી છે. 

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.