પૂર્વ સંધ્યાએ સરસ્વતી સન્માન અને સંગીત સંધ્યા યોજાઈ
આદિપુર - કચ્છઉદય : યદુવંશી સોરઠીયા યુવા મંડળ - શિણાય દ્વારા મધુબન વાડી મધ્યે ર૬મા સમૂહ લગ્નોત્સવમાં સમાજના ર૦ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સવારે ગણેશ સ્થાપના, માંડવારોપણ, ગૃહશાંતિ વિગેરે વિધિ લગ્ન મંડપમાં યોજવામાં આવી હતી. ત્યારબાદ હસ્તમેળાપ અને સત્કાર સમારંભ યોજાયો હતો.સમારંભનું દીપ પ્રાગટ્ય અને આશીર્વચન રૂદ્રાણી જાગીરના મહંત પૂ. લાલગિરિબાપુએ નવદંપતિઓના સુખમય લગ્નજીવનની શુભેચ્છા સહ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે યદુવંશી સોરઠીયા સમાજના આમંત્રણને માન આપી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવરાજભાઈ વરચંદ, મંત્રી ધવલભાઈ આચાર્ય, શહેર પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ વિગેરે પધારેલ અને નવદંપતિઓને શુભેચ્છા આપતા આયોજકોના સમાજલક્ષી કાર્યોને બિરદાવ્યા હતા.
આ લગ્નોત્સવના દાતા પદે લવજીભાઈ દાનાભાઈ વાઘમશીએ તેમના માતૃશ્રી સ્વ. અજીબેન અને પિતાશ્રી દાનાભાઈ અરજણભાઈની પુણ્ય સ્મૃતિમાં આર્થિક યોગદાન આપ્યું હતું.જે પ્રસંગે નવદંપત્તિઓને સોના, ચાંદી, તાંબુ, પિત્તળ, સ્ટીલ જેવી પંચધાતુઓ , દાગીના, ઘરવખરી તેમજ ફ્રીઝ, ટીવી, વોશિંગમશીન, ઓવન જેવા ઉપકરણો ભેટ સ્વરૂપે અપાયા હતા. સમારંભમાં પધારેલા મહાનુભાવો સહિત દાતા પરિવારના સભ્યોનું સન્માન યદુવંશી સોરઠિયા સમાજના પ્રમુખ સુનિલભાઈ મોહનભાઈ હડિયા (આર.કે. ગ્રુપ) તથા યુવા મંડળના પ્રમુખ હરિલાલભાઈ બલદાણિયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ, વિનેશભાઈ, ભરતભાઈ, જેન્તીભાઈ, સુરેશભાઈ, નવિનભાઈ, વિકાસભાઈ, વિમલભાઈ, કિરણભાઈ, સમાજના કુંવરજીભાઈ, મયુરભાઈ વિગેરેના હસ્તે શાલ અને પુષ્પગુચ્છથી કરાયું હતું. પૂર્વ સંધ્યાએ યુવા મંડળ દ્વારા સરસ્વતી સન્માનમાં ધો.૧ થી ૧ર અને કોલેજના કુલ ૧૮૦ જેટલા પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહન રૂપે ભેટ આપી સન્માનવામાં આવ્યા હતા તેમજ ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ અપાઈ હતી તેમજ સંગીત સંધ્યામાં મનોરંજનનો કાર્યક્રમ વિરલ યોગા સેન્ટરના બાળકોએ રજૂ કર્યો હતો. સમાજના ૧૬૦ જેટલા ઉગતા યુવા કલાકારોએ પોતાનો પર્ફોમન્સ રજૂ કર્યો હતો. દરેકને પ્રોત્સાહક ભેટથી સન્માનવામાંં આવ્યા હતા.
આ પ્રસંગે સમાજના પાંચ ગામ અંજાર, માધાપર, ચંદિયા, નાગોર ગામના પ્રમુખ ઉપરાંત મેઘજીભાઈ, અૃમલતલભાઈ, ભીમજીભાઈ, માવજીભાઈ, ભાવેશભાઈ, નિકુંજભાઈ મારાજ વિગેરેને સન્માનવામાં આવ્યા હતા. બે દિવસીય સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિલાલ મનજીભાઈ હડિયાએ સંભાળ્યું હતું.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.