ખાવડા - કચ્છઉદય : વૈશ્વિક સંગીત જગતના જાણીતા કલાકાર દિલજીત દોસાંઝ ગુજરાતના કચ્છમાં આવેલા અદાણી ગ્રુપના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ ખાવડાની મુલાકાત દરમિયાન ભારતના ઝડપથી આગળ વધી રહેલા ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનથી ખૂબ પ્રભાવિત થયા હતા.“બહુત બઢીયા!” (અત્યંત શાનદાર!), ખાવડા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટની મુલાકાત દરમિયાન આ શબ્દો સાથે ગાયક દિલજીત દોસાંઝે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. દેશવ્યાપી કોન્સર્ટ ટૂરના ગુજરાત પ્રવાસ દરમિયાન સમય કાઢીને તેમણે આ સપ્તાહની શરૂઆતમાં કચ્છના દુર્ગમ વિસ્તારમાં આવેલા ૫૩૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા વિશાળ ખાવડા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. દોસાંઝે સ્થળ પર કાર્યરત એન્જિનિયરો સાથે સંવાદ સાધ્યો હતો અને દૂરના ખારા અને દુર્ગમ રણપ્રદેશમાં આ મેગા પ્રોજેક્ટના અમલીકરણમાં રહેલા લોજિસ્ટિકલ તથા એન્જિનિયરિંગના પડકારો વિશે જાણકારી મેળવી હતી. નજીકની માનવ વસાહતથી અંદાજે ૭૦થી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા આ સ્થળે પ્રોજેક્ટને સાકાર કરી રહેલા અદાણી ગ્રીન વોરિયર્સની કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી. આ ગ્રીન વોરિયર્સ આબોહવા પરિવર્તન સામેની ભારતની લડાઈમાં અગ્રિમ હરોળમાં રહીને યોગદાન આપી રહ્યા છે.પ્રોજેક્ટના વ્યુઇંગ ટાવર પરથી કલાકારે દૂર દૂર સુધી ફેલાયેલી સોલાર પેનલો અને આકાશને આંબતી વિશાળ વિન્ડ ટર્બાઇન્સનું અદભુત દૃશ્ય નિહાળ્યું હતું. તેમણે સેન્ટ્રલ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ટીમ દ્વારા વિશાળ પ્રોજેક્ટની વિવિધ કામગીરીનું ડિજિટલ માધ્યમથી કેવી રીતે મોનિટરિંગ અને સંચાલન કરવામાં આવે છે તેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રકૃતિ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનું પ્રતીકરૂપે તેમણે પ્રોજેક્ટ સ્થળે એક રોપાનું વાવેતર પણ કર્યું હતું. ખાવડા ટીમ દ્વારા દિલજીત દોસાંઝને કચ્છની પ્રસિદ્ધ પરંપરાગત કળા ‘રોગન આર્ટ’ની કલાકૃતિ તેમજ કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક એવા અજરખ પ્રિન્ટના સ્કાર્ફની ભેટ આપવામાં આવી હતી. અભૂતપૂર્વ ગતિએ આગળ વધી રહેલો ૩૦ ગીગાવોટ ક્ષમતાનો ખાવડા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ ગીગાવોટ સ્તરે વિશાળ પ્રોજેક્ટના અમલીકરણ માટે વૈશ્વિક સ્તરે એક નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૧૧ ગીગાવોટથી વધુની રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા કાર્યરત થઈ ચૂકી છે. સંપૂર્ણ વિકાસ બાદ અહીં ૨૬ ગીગાવોટ સોલાર અને ૪ ગીગાવોટ વિન્ડ એનર્જીનું ઉત્પાદન થશે.ખાવડા પ્લાન્ટમાં એક જ સ્થળે કાર્યરત વિશ્વની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (મ્ઈજીજી) સ્થાપિત કરવામાં આવી છે, જેની ક્ષમતા ૬.૬૩ ગીગાવોટ અવર (ય્ઉર) છે. આ ક્ષમતા ભારતની કુલ કાર્યરત મ્ઈજીજી ક્ષમતાના ૫૦ ટકાથી વધુ છે. આ સિસ્ટમ ગ્રીન એનર્જીનો વિશ્વસનીય અને ચોવીસ કલાક પુરવઠો સુનિશ્ચિત કરવાની સાથે પાવર ગ્રીડની સ્થિરતા જાળવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૫૦ ગીગાવોટ અવર બેટરી એનર્જી સ્ટોરેજ ક્ષમતા વિકસાવવાનું આયોજન છે. હાલમાં ૧૫,૦૦૦થી વધુ લોકો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવામાં કાર્યરત છે. આ પ્રોજેક્ટનું કુલ ક્ષેત્રફળ પેરિસ શહેર કરતાં પાંચ ગણું મોટું છે અને પૂર્ણ થયા બાદ તેની વિશાળતા અંતરિક્ષમાંથી પણ જોઈ શકાશે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (છય્ઈન્) દ્વારા વિકસાવવામાં આવી રહેલો ખાવડા પ્રોજેક્ટ ભારતના ઊર્જા પરિવર્તન માટે આગામી પાંચ વર્ષમાં આશરે ૧૦૦ અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની અદાણી ગ્રુપની પ્રતિબદ્ધતાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. એક સમયે વેરાન અને ઉજ્જડ ગણાતો આ વિસ્તાર આજે ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનના કેન્દ્રસ્થાન તરીકે ઉભરી આવ્યો છે. આ પ્રોજેક્ટ દર વર્ષે ૧.૭ કરોડથી વધુ ઘરોને વીજળી પૂરી પાડવાની ક્ષમતા ધરાવશે. વર્ષ ૨૦૨૯ સુધીમાં ખાવડા તમામ ઊર્જા સ્ત્રોતોને આવરી લેતો વિશ્વનો સૌથી મોટો પાવર જનરેશન પ્લાન્ટ બનશે. ખાવડા ખાતે થઈ રહેલી ઝડપી પ્રગતિ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ નોન-ફોસિલ ફ્યુઅલ આધારિત ઊર્જા ક્ષમતા હાંસલ કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં યોગદાન આપવા માટે છય્ઈન્ની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.ખાવડા - કચ્છઉદય : વૈશ્વિક સંગીત જગતના જાણીતા કલાકાર દિલજીત દોસાંઝ ગુજરાતના કચ્છમાં આવેલા અદાણી ગ્રુપના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ ખાવડાની મુલાકાત દરમિયાન ભારતના ઝડપથી આગળ વધી રહેલા ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનથી ખૂબ પ્રભાવિત થયા હતા.“બહુત બઢીયા!” (અત્યંત શાનદાર!), ખાવડા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટની મુલાકાત દરમિયાન આ શબ્દો સાથે ગાયક દિલજીત દોસાંઝે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. દેશવ્યાપી કોન્સર્ટ ટૂરના ગુજરાત પ્રવાસ દરમિયાન સમય કાઢીને તેમણે આ સપ્તાહની શરૂઆતમાં કચ્છના દુર્ગમ વિસ્તારમાં આવેલા ૫૩૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા વિશાળ ખાવડા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. દોસાંઝે સ્થળ પર કાર્યરત એન્જિનિયરો સાથે સંવાદ સાધ્યો હતો અને દૂરના ખારા અને દુર્ગમ રણપ્રદેશમાં આ મેગા પ્રોજેક્ટના અમલીકરણમાં રહેલા લોજિસ્ટિકલ તથા એન્જિનિયરિંગના પડકારો વિશે જાણકારી મેળવી હતી. નજીકની માનવ વસાહતથી અંદાજે ૭૦થી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા આ સ્થળે પ્રોજેક્ટને સાકાર કરી રહેલા અદાણી ગ્રીન વોરિયર્સની કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી. આ ગ્રીન વોરિયર્સ આબોહવા પરિવર્તન સામેની ભારતની લડાઈમાં અગ્રિમ હરોળમાં રહીને યોગદાન આપી રહ્યા છે.
પ્રોજેક્ટના વ્યુઇંગ ટાવર પરથી કલાકારે દૂર દૂર સુધી ફેલાયેલી સોલાર પેનલો અને આકાશને આંબતી વિશાળ વિન્ડ ટર્બાઇન્સનું અદભુત દૃશ્ય નિહાળ્યું હતું. તેમણે સેન્ટ્રલ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ટીમ દ્વારા વિશાળ પ્રોજેક્ટની વિવિધ કામગીરીનું ડિજિટલ માધ્યમથી કેવી રીતે મોનિટરિંગ અને સંચાલન કરવામાં આવે છે તેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રકૃતિ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનું પ્રતીકરૂપે તેમણે પ્રોજેક્ટ સ્થળે એક રોપાનું વાવેતર પણ કર્યું હતું. ખાવડા ટીમ દ્વારા દિલજીત દોસાંઝને કચ્છની પ્રસિદ્ધ પરંપરાગત કળા ‘રોગન આર્ટ’ની કલાકૃતિ તેમજ કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક એવા અજરખ પ્રિન્ટના સ્કાર્ફની ભેટ આપવામાં આવી હતી. અભૂતપૂર્વ ગતિએ આગળ વધી રહેલો ૩૦ ગીગાવોટ ક્ષમતાનો ખાવડા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ ગીગાવોટ સ્તરે વિશાળ પ્રોજેક્ટના અમલીકરણ માટે વૈશ્વિક સ્તરે એક નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૧૧ ગીગાવોટથી વધુની રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા કાર્યરત થઈ ચૂકી છે. સંપૂર્ણ વિકાસ બાદ અહીં ૨૬ ગીગાવોટ સોલાર અને ૪ ગીગાવોટ વિન્ડ એનર્જીનું ઉત્પાદન થશે.ખાવડા પ્લાન્ટમાં એક જ સ્થળે કાર્યરત વિશ્વની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (મ્ઈજીજી) સ્થાપિત કરવામાં આવી છે, જેની ક્ષમતા ૬.૬૩ ગીગાવોટ અવર (ય્ઉર) છે. આ ક્ષમતા ભારતની કુલ કાર્યરત મ્ઈજીજી ક્ષમતાના ૫૦ ટકાથી વધુ છે. આ સિસ્ટમ ગ્રીન એનર્જીનો વિશ્વસનીય અને ચોવીસ કલાક પુરવઠો સુનિશ્ચિત કરવાની સાથે પાવર ગ્રીડની સ્થિરતા જાળવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૫૦ ગીગાવોટ અવર બેટરી એનર્જી સ્ટોરેજ ક્ષમતા વિકસાવવાનું આયોજન છે. હાલમાં ૧૫,૦૦૦થી વધુ લોકો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવામાં કાર્યરત છે. આ પ્રોજેક્ટનું કુલ ક્ષેત્રફળ પેરિસ શહેર કરતાં પાંચ ગણું મોટું છે અને પૂર્ણ થયા બાદ તેની વિશાળતા અંતરિક્ષમાંથી પણ જોઈ શકાશે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (છય્ઈન્) દ્વારા વિકસાવવામાં આવી રહેલો ખાવડા પ્રોજેક્ટ ભારતના ઊર્જા પરિવર્તન માટે આગામી પાંચ વર્ષમાં આશરે ૧૦૦ અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની અદાણી ગ્રુપની પ્રતિબદ્ધતાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. એક સમયે વેરાન અને ઉજ્જડ ગણાતો આ વિસ્તાર આજે ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનના કેન્દ્રસ્થાન તરીકે ઉભરી આવ્યો છે. આ પ્રોજેક્ટ દર વર્ષે ૧.૭ કરોડથી વધુ ઘરોને વીજળી પૂરી પાડવાની ક્ષમતા ધરાવશે. વર્ષ ૨૦૨૯ સુધીમાં ખાવડા તમામ ઊર્જા સ્ત્રોતોને આવરી લેતો વિશ્વનો સૌથી મોટો પાવર જનરેશન પ્લાન્ટ બનશે. ખાવડા ખાતે થઈ રહેલી ઝડપી પ્રગતિ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ નોન-ફોસિલ ફ્યુઅલ આધારિત ઊર્જા ક્ષમતા હાંસલ કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં યોગદાન આપવા માટે છય્ઈન્ની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.