મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનશે ભુજ ખાતે એઇમ્સ રાજકોટ દ્વારા યોજાનાર નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા સાંસદની અપીલ અંજારમાં યુવાનોને નશામુક્તિ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ નેપાળ દેશમાં ભુજ મંદિરના સંતો અને નેપાલના નાણામંત્રીની ઉપસ્થિતિમાં નીલકંઠવર્ણી આશ્રમનું લોકાર્પણ ખાવડામાં અદાણીના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનું વિશાળ સ્વરૂપ જોઈ દિલજીત દોસાંઝ અભિભૂત કચ્છમાં સ્વેટરના નામે ખાનગી શાળાઓની મનમાની સામે આક્રોશ ચૂંટણી પૂર્વે ભાજપનો માસ્ટર પ્લાન : કચ્છ ની તમામ  ૬ વિધાનસભા બેઠકો પર ૧૨ સિનિયર નેતાઓ તૈનાત થશે ગાંધીધામમાં SOG સપાટો ! ટ્રેલરમાંથી ૬.૮૮ લાખનું હેરોઈન ઝડપાયું યદુવંશી સોરઠિયા યુવા મંડળ શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ર૦ નવદંપતિઓ જોડાયા ગાંધીધામના વ્યાસ દંપતીએ ગુરુશ્રીના આશીર્વાદ મેળવ્યા ભુજની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૩મો સ્થાપના દિવસ ઉજવાયો પાંચ વર્ષથી ફરાર હત્યાનો ઈનામી આરોપી જોધપુરની હોટલમાંથી ઝડપાયો

કચ્છ યુનિવર્સિટીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી

WhatsApp X

બંધારણના મૂલ્યો અને નાગરિક અધિકારો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન : લઘુનાટક, ક્વિઝ અને દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન

ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કાયદા વિભાગ દ્વારા ગુરુવારે તા. ૨૬ નવેમ્બરના રોજ કૃષ્ણા ભવનના કોર્ટ હોલમાં ‘સંવિધાન ગૌરવ દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય બંધારણના મૂલ્યો, નાગરિક અધિકારો અને ફરજો અંગે જાગૃતિ કેળવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવો, અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના રેલી સ્વરૂપે સ્વાગત, મા શારદા સમક્ષ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે થયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય બંધારણને પુષ્પાંજલિ અર્પણ કરી આદર વ્યક્ત કર્યો હતો. ‘મારું સંવિધાન, મારું ગૌરવ’ વિષયક સેલ્ફી પોઇન્ટ પર વિદ્યાર્થીઓએ તસવીરો પણ ખેંચાવી હતી.કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભુજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અમિત એમ. પાટડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના આઈક્યુએસીના નિયામક ડો. કાશમીરા મેહતાએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના નિમંત્રક તરીકે કુલસચિવ ડો. અનિલ ગોર તથા કાયદા વિભાગના ડીન અને અધ્યક્ષ ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા રહ્યા હતા.મહેમાનોનું સ્મૃતિચિહ્ન અને કાપડની થેલી અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા, કુલસચિવ ડો. અનિલ ગોર, કુલપતિ ડો. મોહનભાઈ પટેલ અને મુખ્ય અતિથિ અમિત એમ. પાટડિયાએ બંધારણની મહત્તા, નાગરિકોના અધિકારો અને કાયદાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.ત્યારબાદ મુખ્ય અતિથિ અમિત એમ. પાટડિયાના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કર્યું હતું. કાયદા વિભાગના વિદ્યાર્થીઓએ વિભાગનાં અધ્યાપિકા વંદના શર્મા દ્વારા લિખિત બંધારણ વિષયક લઘુનાટક રજૂ કર્યું હતું. કચ્છ યુનિવર્સિટીના કાયદા વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પત્રકાર જયમલસિંહ જાડેજા દ્વારા બંધારણ પર તૈયાર કરવામાં આવેલી ટૂંકી દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન પણ કરાયું હતું.પ્રો. વંદના શર્માના સંચાલન હેઠળ બંધારણ આધારિત પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે લઘુનાટક અને પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં. ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પત્રકાર જયમલસિંહ જાડેજાનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની આભારવિધિ આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. દિલીપ કાથડે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાયદા વિભાગનાં અધ્યાપિકા મંજીત કૌર અને વિદ્યાર્થી તસ્લીમ સમાએ કર્યું હતું. 

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.