મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
યદુવંશી સોરઠિયા યુવા મંડળ શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ર૦ નવદંપતિઓ જોડાયા ગાંધીધામના વ્યાસ દંપતીએ ગુરુશ્રીના આશીર્વાદ મેળવ્યા ભુજની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૩મો સ્થાપના દિવસ ઉજવાયો પાંચ વર્ષથી ફરાર હત્યાનો ઈનામી આરોપી જોધપુરની હોટલમાંથી ઝડપાયો બંધારણીય આદર્શો પ્રત્યે નિષ્ઠાનો સંકલ્પ કચ્છમાં ૧૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે નર્મદાના આગમન છતાં કેનાલ નેટવર્કની અપૂર્ણતા અને ક્ષારપ્રવેશનું ગંભીર સંકટ ખાણખનિજની ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમ મેહુલ શાહનો સપાટો ગાંધીધામમાં શંકાસ્પદ સી.પી.યુ. તેલનું કૌભાંડ ઉજાગરઃ ઝડપાયેલ હરભમ નો ઈતિહાસ-ભુગોળ ચકાસો : ખાખીનો વહીવટદાર કોણ છે? જીતો ભુજ ચેપ્ટરના શપથવિધિ સમારોહ સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થશે  અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરના મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે રૂ. ૧૧૮૨.૪૦ કરોડની મંજૂરી  ચાતુર્માસની સાધનાને જીવનમાં ઉતારવાનો ગુરૂભગવંતોનો સંદેશ

આદિપુર-અંજાર રોડ પર ત્રણ કાર વચ્ચે ભયાનક  ટ્રિપલ અકસ્માત, બે કાર નાળામાં ખાબકી

WhatsApp X

પૂરઝડપે આવેલી કાર ડિવાઈડર પર ચડી રોડની બીજી તરફ અથડાતાં અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી

આદિપુરઃ કચ્છના આદિપુર-અંજાર રોડ પર ત્રણ કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાતાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની ગંભીરતાને પગલે બે કાર રોડની બાજુમાં આવેલા નાળામાં ખાબકી હતી, જ્યારે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂરઝડપે આવી રહેલી એક કાર ડિવાઈડર પર ચડીને રોડની બીજી તરફ અથડાઈ હતી. જેના પગલે ત્રણ કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બે કાર રોડની બાજુમાં આવેલા નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માત સર્જનાર કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. જોકે, સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.અકસ્મતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.