મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
યદુવંશી સોરઠિયા યુવા મંડળ શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ર૦ નવદંપતિઓ જોડાયા ગાંધીધામના વ્યાસ દંપતીએ ગુરુશ્રીના આશીર્વાદ મેળવ્યા ભુજની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૩મો સ્થાપના દિવસ ઉજવાયો પાંચ વર્ષથી ફરાર હત્યાનો ઈનામી આરોપી જોધપુરની હોટલમાંથી ઝડપાયો બંધારણીય આદર્શો પ્રત્યે નિષ્ઠાનો સંકલ્પ કચ્છમાં ૧૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે આદિપુર-અંજાર રોડ પર ત્રણ કાર વચ્ચે ભયાનક  ટ્રિપલ અકસ્માત, બે કાર નાળામાં ખાબકી નર્મદાના આગમન છતાં કેનાલ નેટવર્કની અપૂર્ણતા અને ક્ષારપ્રવેશનું ગંભીર સંકટ ખાણખનિજની ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમ મેહુલ શાહનો સપાટો જીતો ભુજ ચેપ્ટરના શપથવિધિ સમારોહ સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થશે  અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરના મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે રૂ. ૧૧૮૨.૪૦ કરોડની મંજૂરી  ચાતુર્માસની સાધનાને જીવનમાં ઉતારવાનો ગુરૂભગવંતોનો સંદેશ

ગાંધીધામમાં શંકાસ્પદ સી.પી.યુ. તેલનું કૌભાંડ ઉજાગરઃ ઝડપાયેલ હરભમ નો ઈતિહાસ-ભુગોળ ચકાસો : ખાખીનો વહીવટદાર કોણ છે?

WhatsApp X

આ તો ભલુ થજો, ઈન્ચાર્જ પીઆઈ શ્રી રાઠોડનું કે, તેઓ પાસે ચાર્જ આવ્યો અને આરોપી સાથે શંકાસ્પદ તેલનો જથ્થો પકડી પાડયો,નહી તો અત્યાર સુધી છુટ્ટાછવાયા જથ્થા માત્ર જ પકડતા હતા, આરોપી-તેલચોર કયારે પકડાયા હોય તેવુ સમ ખાવા પુરતું પણ જોવાયુ ન હોતુ..? : ૨૪૦ લીટર તેલ સાથે શખ્સ ઝડપાયો : કડક અને ઘનિષ્ઠ તપાસ થવી જોઈએ અને તેલચોરી નેટવર્કના તાર તુટવા જોઈએ

ગાંધીધામઃ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક દ્વારા કંડલાથી ગાંધીધામ તરફ આવતા નીલકંઠ પાર્કિંગ નજીક બાવળોની ઝાડીમાં દરોડો 

પાડી શંકાસ્પદ સી.પી.યુ. તેલનો ૨૪૦ લીટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન શાંતિધામ (તા. અંજાર) અને મૂળ રહેવાસી દેશલપર (તા. રાપર) ના હરભમ હિરાભાઈ રબારી (ઉ.વ. ૩૦) નામનાશખ્સને પોલીસના સકંજામાં લેવામાં આવ્યો છે. પોલીસે ૩૦ લીટરના ૮ કેરબામાં ભરેલું રૂ. ૧૪,૪૦૦ ની કિંમતનું શંકાસ્પદ તેલ કબજે કરી મ્દ્ગજીજી કલમ ૧૦૬ અને ૩૫(૧)(ઇ) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝનના ઇન્ચાર્જ પી.આઈ. એમ.જે. રાઠોડની સૂચનાથી પી.એસ.આઈ. એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફે પાર પાડી હતી.શંકાસ્પદ સીપીયુનો જથ્થો અવ્યો કયાંથી? ચોરાઉ જથ્થો કેવી રીતે લવાતો હતો? કયાથી થતી હતી ચોરી ચોરી? કોની કોની સંડોવણી તેમાં રહેલી છે? કોણ કોણ મદદગારીમાં છે? આ ચોરાઉ માલ ખરીદનારાઓ કોણ હતા? તે સહિતના મુળીયા સમગ્ર પ્રકરણની તપાસમાં ઉલેચવા જોઈએ. ઉપરાંત જાણકારો કહી રહયા છે કે, જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો હરભમ અથવા તેના તેલચોર આકાઓ પર આ બની બેઠેલ વહીવટદાર કિશોરની જ રહેમનજર કે ખુલ્લો આશીર્વાદ હોવાનું બહાર આવી શકે તેમ છે. લોકમુખે ચર્ચા છે કે આ વહીવટદારને અન્યત્ર સાઇડપોસ્ટ કરતો ઓર્ડર થઈ ગયા છતાં તે હજુ પણ બી ડિવિઝન વિસ્તારમાં જ પાયો નાખીને કેમ બેઠો છે? ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ગંભીરતા દાખવી વહીવટદારની ભૂમિકા અને તેલ કૌભાંડના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ કરવી અનિવાર્ય બની ગઈ છે.

.............

ઝડપાયેલા શખ્સનો ભૂતકાળ અને સપ્લાયર્સ અંગે તપાસ અનિવાર્ય

ગાંધીધામ : પોલીસ પકડમાં આવેલા હરભમનો ગુનાઇત ઇતિહાસ શું છે અને અગાઉ તેની સામે કોઈ ગુના નોંધાયા છે કે કેમ, તે એક મોટો સવાલ છે. જો અગાઉ પણ તેના પર કેસો થયા હોય, તો પોલીસ દ્વારા કડક અને દાખલારૂપ લાલ આંખ કેમ કરવામાં આવતી નથી? તે પણ તપાસનો વિષય છે. આ હરભમ આટલી મોટી માત્રામાં સી.પી.યુ. તેલ ક્યાંથી લાવ્યો હતો અને તેને આ ગેરકાયદેસર જથ્થો સપ્લાય કરનારા મુખ્ય માફિયાઓ કોણ છે? શું આ શખ્સે પહેલીવાર જ આ રીતે માલ સંગ્રહ કર્યો છે કે પછી તે લાંબા સમયથી આ કાળો કારોબાર ચલાવતો હતો, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ થવી 

જરુરી છે.

.................

શું આ પહેલા ગેરકાયદે તેલની હેરફેર

નહોતી નથી? તો હવે કેમ પકડાઈ..?

ગાધીધામ : ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણમાં એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે, શું વર્તમાન સમયમાં બી ડિવિઝનનો ચાર્જ ઇન્ચાર્જ પી.આઈ. એમ.જે. રાઠોડ પાસે છે તેથી જ આ મુદામાલ પકડાયો છે? શું આ પહેલાં આ વિસ્તારમાં સી.પી.યુ. ની બેનામી અને ગેરકાયદેસર હેરફેર થતી નહોતી તેની શું ખાતરી?

...............

હું જ એસપી છું, બોલો કયો બેનામી ધંધો કરવો છે? ખોખારા ખાતા 

કિશોર ની હવા હવે કેમ ટાઈટ થઈ?

ગાંધીધામ : બી ડિવિઝનના બની બેઠેલા વહીવટદાર ‘કિશોર’ ની કથિત મનમાની સામે હવે સવાલોની ઝડી વરસી રહી છે. અત્યાર સુધી એસ.પી. સમકક્ષ સત્તા ચલાવતો આ વહીવટદાર “હું જ એસ.પી. છું, બોલો કયો ધંધો કરવો છે, હું કહું એટલા આપો અને બેનામી ધંધાઓ ચલાવો” તેવી શૈલીથી પોલીસ બેડામાં વરતાતો હોવાની ચર્ચા છે. તાજેતરમાં જ પડાણા પાસે એસ.એમ.સી. ત્રાટકવાથી આ વહીવટદારની હવા નીકળી ગઈ હતી, અને હજુ તે અહેવાલો ઠંડા પડ્યા ત્યાં જ પાર્કિંગમાંથી સી.પી.યુ. તેલ પકડાયું છે.

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.