મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરના મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે રૂ. ૧૧૮૨.૪૦ કરોડની મંજૂરી  ચાતુર્માસની સાધનાને જીવનમાં ઉતારવાનો ગુરૂભગવંતોનો સંદેશ જખૌ મરીન પોલીસ સ્ટેશનના ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો કચ્છમાં ‘પા પા પગલી’ અંતર્ગત કેરા કુંદનપર ખાતે બાળ મેળો અને કિશોરી મેળો ઉત્સાહભેર યોજાયો કારતક સુદ પૂનમથી જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ કાસા એકેડમી દ્વારા મહિલાઓ માટે કોમ્પ્યુટર, બ્યુટી પાર્લર અને સીવણની નિઃશુલ્ક તાલીમ ભુજમાં લોકફાળાથી ઓમશ્રી સનાતન ચોકનું નવીનીકરણ કરાયું સામખીયારીમાં યુવકને નગ્ન કરી માર મારવાનો વીડિયો  બનાવી વાયરલ કરવાના કેસમાં ૭ આરોપીઓ ઝડપાયા મોટી ચીરઈ પાસે બ્રિજના ડિવાઈડર  પર ટ્રક ચડી જતાં આગ લોહિયાળ અકસ્માતો બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં  ભુજમાં નિયમભંગ કરનાર વાહનચાલકો પર પોલીસનો સપાટો પાલારા જેલમાં મોબાઇલની ઘૂસણખોરી પાછળ કોની મહેરબાની ? કચ્છના માર્ગો પર અંધારપટ અને ગાયબ સાઇન બોર્ડથી અકસ્માતનો ખતરો

જીતો ભુજ ચેપ્ટરના શપથવિધિ સમારોહ સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થશે 

WhatsApp X

ભુજ - કચ્છઉદય : જીતો ભુજ ચેપ્ટરનો વર્ષ ૨૦૨૬-૨૮ માટેનો શપથવિધિ સમારોહ શુક્રવાર, ૨૭ નવેમ્બરના રોજ ધ વિલા, ભુજ ખાતે યોજાશે. “એક નવી ઉડાન” થીમ સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થશે. જીતો ભુજ ચેપ્ટરની શરૂઆત આશરે બે વર્ષ પહેલાં ભુજમાં માત્ર ૪૦ સભ્યો સાથે થઈ હતી. આજે ભુજ ચેપ્ટરના મેન ચેપ્ટર, લેડીઝ વિંગ, યુથ વિંગ અને જેબીએન સહિતનાં વર્ટિકલ્સને જોડીને સભ્યસંખ્યા આશરે ૫૦૦ સુધી પહોંચી છે. કચ્છમાં જીતોનાં ભુજ અને ગાંધીધામ એમ બે ચેપ્ટર કાર્યરત છે, જ્યારે માંડવીમાં લેડીઝ વિંગ કાર્યરત છે.

જીતો ભુજ ચેપ્ટરના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય પંકજ એ. મહેતાના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષ દરમિયાન શિક્ષણ, રોજગાર, પર્યાવરણ, રમતગમત અને સમાજસેવા ક્ષેત્રે વિવિધ કામગીરી કરવામાં આવી છે. ઉપાધ્યક્ષ તરીકે પારસ આર. મહેતા અને સંજય આઈ. દેસાઈ તથા મુખ્ય સચિવ તરીકે બિરજુ સી. શાહ સહિતની ટીમે આ કાર્યોમાં યોગદાન આપ્યું છે. બિરજુભાઈ શાહને વર્ષ ૨૦૨૬-૨૮ માટે ગુજરાત ઝોનના સેક્રેટરી તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. શિક્ષણ અને સમાજના નવ સંકલ્પોને આગળ ધપાવવા જીતો ભુજ ચેપ્ટરે કચ્છ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યું છે. ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજમાં દેશભરના જૈન વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળે અને તેઓ સ્વાવલંબી બને તે દિશામાં પણ સહયોગની પહેલ કરવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ, તમામ સમાજો માટે રોજગાર મેળો અને ભુજ-ગાંધીધામના સંયુક્ત સ્પોર્ટ્‌સ કાર્યક્રમો યોજાયા છે.

ગત બે વર્ષ દરમિયાન થયેલી કામગીરીને માન્યતા આપતાં ઇન્દોર ખાતે યોજાયેલા સર્વભારતીય ચેપ્ટર કાર્યક્રમમાં ગુજરાત ઝોનના નવા ચેપ્ટરોમાં જીતો ભુજને પ્રથમ ક્રમનો એવોર્ડ મળ્યો હતો. આ સિદ્ધિ ભુજ ચેપ્ટર અને સમગ્ર કચ્છ માટે ગૌરવની બાબત છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ૨૦ માર્ચ ૨૦૦૭ના રોજ થઈ હતી. આજે સંગઠનનાં ભારતમાં ૯ ઝોન અને ૮૮ ચેપ્ટર તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૩ ચેપ્ટર - કુલ ૧૨૧ ચેપ્ટર અને ૨૦,૦૦૦થી વધુ સભ્યો છે. જૈન સમાજના આર્થિક સશક્તિકરણ, શિક્ષણ, જ્ઞાન અને સેવા દ્વારા સમાજ તથા રાષ્ટ્રના ઉત્થાન માટે જીતો આશરે ૧૭ વર્ટિકલ્સના માધ્યમથી કાર્ય કરે છે.

જેએટીએફ દ્વારા સિવિલ સર્વિસમાં જૈન યુવાનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવે છે. દેશનાં પાંચ કેન્દ્રો ઉપરાંત ઑનલાઇન માર્ગદર્શનની વ્યવસ્થા છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તથા વ્યાજમુક્ત લોનની સુવિધા પણ આપવામાં આવે છે. “શ્રમણ આરોગ્યમ” દ્વારા સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ અને આરોગ્યસેવા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૫,૦૦૦થી વધુ સાધુ-સાધ્વીજીની નોંધણી થઈ છે, ૧૦,૦૦૦થી વધુની તબીબી સારવાર કરવામાં આવી છે અને આ સેવા માટે આશરે ૯૦ કરોડનો ઉપયોગ થયો છે. દેશભરમાં ૧૨,૫૦૦થી વધુ હોસ્પિટલોનું કેશલેસ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.

યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા અને સામૂહિક ખરીદીને પ્રોત્સાહન આપતી પહેલો પણ જીતો દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં બીએમડબ્લ્યુ , ઓડી અને મર્સીડીઝ જેવી બ્રાન્ડની અંદાજે ૧૮૬ કારની બલ્ક ખરીદીમાં સભ્યોને કારદીઠ આશરે ૮ લાખથી ૧૭ લાખ સુધીનો લાભ મળ્યો હતો. આ વ્યવહારથી સભ્યોને કુલ મળીને અંદાજે ૨૧ કરોડથી વધુનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ થયો હોવાનું જણાવાયું છે.

શપથવિધિમાં પધારવાની પુષ્ટિ આપનાર મહાનુભાવો

હેમંત શાહ, સંજીવ છાજેર, રાજેશ્વરી ચોપરા, જિગીશ શાહ, લિઝા શાહ, પ્રકાશ દુગનાની, નીતા રૂપાણી, મહેશ પૂજ, અલ્પેશ ધોળકિયા, નીતિન મહેતા, ભાવિન શાહ, ધ્રુવ મારડિયા, કેતન કાકરેચા અને ચિંતન શાહ, દર્શનભાઈ, જૈમીન શાહ, અનુજા શાહ, અનલ શાહ, આનંદ શાહ અને મિહિર દોશી તથા વિવેક કાંકરિયા, ગુજરાતના અન્ય ચેપ્ટરો તરફથીઃ ગાંધીધામ ચેપ્ટરના ચેરમેન નિકુંજ ચોપરા અને મુખ્ય સચિવ ધર્મેન્દ્ર જૈન પધારશે. ગુજરાતનાં વિવિધ ચેપ્ટરોના કુલ ૨૩ મહાનુભાવોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની પુષ્ટિ આપી છે. સમારોહમાં બેંગલુરુના જાણીતા મોટિવેશનલ સ્પીકર રાહુલ કપૂર સબ કુછ સંભવ હૈ વિષય પર પ્રેરક વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં જીતો ભુજ ચેપ્ટરના સભ્યો તથા જૈન સમાજના આમંત્રિત શ્રેષ્ઠીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. એક નવી ઉડાન સાથે ભુજ ચેપ્ટર આવનારા સમયમાં પણ સેવા, શિક્ષણ, રોજગાર અને સમાજના ઉત્થાન માટે વધુ સક્રિયતાથી કાર્ય કરશે. તેવું ભુજ ચેપ્ટરના મીડિયા કન્વીનર તાપસભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.