મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભુજ - ધોરડો રોડ પર આવેલા રિસોર્ટ, હોટલ અને હોમ સ્ટે સહિત ૪૨ સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાયું નિરાધાર લોકોની સેવાની કામગીરી નિહાળી દેઢિયા પરિવારે વ્યક્ત કરી સહયોગની ભાવના ​​​​​​​પ્રાગપર ગામે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયું અમદાવાદ-બરૌની વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો રેલવેનો નિર્ણય અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા સાહિલ સામે પાસા હેઠળ કાર્યવાહી રાપર-પ્રાગપર રોડ પર સરકારી જમીન પરનું  રૂ. ૧૫ લાખનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો દરોડો : ૨,૨૦૦ લીટર આથો ઝડપાયો આડેસર પોલીસનો સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર સપાટો : હોટલ સહિત ૬ દુકાનો નું ડિમોલિશન કરાયું કચ્છમાં દિવાળીની આડમાં બજારોમાં બેફામ ખેલાયો જીએસટી ચોરીનો કાળો કારોબાર નખત્રાણામાં માતાએ માસુમ પુત્ર સાથે અગન પીછોડી ઓઢી મોતને વ્હાલું કર્યું  અંજારમાં એલસીબીએ ૧૩.૪૩ લાખના વિદેશી દારૂ સહિત વાહનો જપ્ત કર્યા રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

પોખરણમાં અદાણીની બઘીરા એટી-વન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ

WhatsApp X

દિવસ-રાત્રિના પ્રહાર અને જામિંગ પ્રતિરોધક ક્ષમતા સાથે સ્વદેશી સંરક્ષણ ક્ષેત્રે નવું કદમ

પોખરણ : અદાણી ગ્રુપની સંરક્ષણ અને એરોસ્પેસ કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જિસ ખાતે વાહન આધારિત એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ બઘીરા એટી-વનનું સફળ પ્રદર્શન કર્યું છે. ૨૦ નવેમ્બરના રોજ યોજાયેલા આ નો કૉસ્ટ નો કમિટમેન્ટ પ્રદર્શન વેળાએ ભારતીય સેના, ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેર્સ અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પરીક્ષણ દરમિયાન દિવસ અને રાત્રિના સમયે લક્ષ્યને ભેદવાની ક્ષમતા, સશસ્ત્ર વાહન સામે એક જ બીમ પર બે મિસાઇલોનું ટેન્ડમ ફાયરિંગ તેમજ લાંબા અંતરે હવાઈ લક્ષ્યને નિશાન બનાવવાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી, ત્યારબાદ સિસ્ટમનું સ્ટેટિક ડિસ્પ્લે પણ યોજાયું હતું. ભારતીય ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા અને સેનાની ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અઢાર મહિનાની ડિઝાઇન અને ડેવલપમેન્ટ પ્રક્રિયા બાદ આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.

અદાણી ડિફેન્સ દ્વારા ડિઝાઇન કરાયેલા હાઇ-મોબિલિટી આર્મર્ડ વ્હીકલ પર સ્થાપિત આ કોમ્બેટ સિસ્ટમ આઠ કિલોમીટર સુધીના અંતરે સશસ્ત્ર લક્ષ્યોને નિશાન બનાવી શકે છે, જે જમીન આધારિત લગભગ ચાર કિલોમીટર રેન્જ ધરાવતી પરંપરાગત એન્ટી-ટેન્ક મિસાઇલની સરખામણીમાં લગભગ બમણી ક્ષમતા આપે છે. રેડિયો લિંકને બદલે લેઝર બીમ-રાઇડિંગ ગાઇડન્સ ધરાવતી હોવાથી આ મિસાઇલ આધુનિક યુદ્ધભૂમિમાં ઇલેક્ટ્રોનિક જામિંગ સામે ઉચ્ચ પ્રતિરોધકતા પૂરી પાડે છે.

એક જ બીમ પર ઝડપી ક્રમમાં બે મિસાઇલ ફાયર કરવાની ક્ષમતા ટૅન્કની એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમને સક્રિય રાખીને તેની સુરક્ષા વ્યવસ્થા ભેદવા માટે રચવામાં આવી છે. દરેક વાહન ઑટોમેટેડ લોન્ચર પર ચાર અને વાહનમાં આઠ રિલોડ મળીને કુલ બાર મિસાઇલની ક્ષમતા ધરાવે છે, જ્યારે ઑટોમેટેડ ટાર્ગેટ ટ્રેકિંગ સાથેની ડે-ટેલિવિઝન અને થર્મલ-ઇમેજિંગ સાઇટ્‌સ તથા શૂટ એન્ડ મૂવ વ્યવસ્થા જવાનોને ઝડપથી સ્થાન બદલવાની સુવિધા આપે છે.

ભારતમાં આધુનિક એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલોની વધતી જરૂરિયાત વચ્ચે બઘીરા એટી-વન સેનાને મેન-પોર્ટેબલ અને હેલિકોપ્ટર-લોન્ચ્ડ પ્રણાલીઓ ઉપરાંત લાંબા અંતરની મોબાઇલ ગ્રાઉન્ડ ક્ષમતા પૂરી પાડે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ ૧.૭૮ લાખ કરોડ રૂપિયા અને સંરક્ષણ નિકાસ ૩૮૪૨૪ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી, જેમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધીને ચોવીસ ટકા એટલે કે આશરે ૪૨૦૦૦ કરોડ રૂપિયા થયો હતો, જે દર્શાવે છે કે સ્વદેશી સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગની ભૂમિકા સતત મજબૂત બની રહી છે.

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.