અંજાર / કંડલાઃ કંડલા મરીન પોલીસ સ્ટેશનથી પશ્ચિમે આશરે ૧૮ કિ.મી. દૂર ભારાપરના બી.પી.એલ. કોલોની (તુણા રોડ) વિસ્તારમાં વહેલી સવારે એસિડ ફેંકી ગંભીર ઈજા પહોંચાડવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૂળ કિડાણા (તા. ગાંધીધામ) ના અને હાલ ભારાપર રહેતા સુજાનબેન જુમાભાઈ ગરાણા (ઉ.વ.૧૯) ની ફરિયાદ મુજબ, આરોપી જુમાભાઈ હુસેનભાઈ ગરાણાએ ભોગ બનનાર બિલકેશબાનુ પર ખોટા શક-વહેમ રાખી તેમના મોઢા તથા આંખોના ભાગે એસિડ નાખી ગંભીર ઈજા પહોંચાડી હતી.ઘટનામાં અન્ય આરોપીઓ સોહિલ જુમા ગરાણા અને અસગર અયુબ જુણેજાએ ભોગ બનનારને ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મદદગારી કરી હતી. કંડલા મરીન પોલીસે બી.એન.એસ. કલમ ૧૨૪(૧), ૧૧૫(૨), ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ભારાપર (અંજાર) માં ખોટા શક-વહેમ પર યુવતી પર એસિડ હુમલો

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.