ગાંધીધામ : કચ્છ જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને માર્ગ સુરક્ષા જાળવવાના હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા ટ્રાફિક પી.આઈ. શ્રી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અંજાર વિસ્તારમાં પોલીસ ટીમ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી મોડિફાઇડ લાઇટ, વાહનોના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ તેમજ નંબર પ્લેટ વગર ચલાવવામાં આવતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને અટકાવી જરૂરી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, વાહનોમાં ગેરકાયદેસર ફેરફાર ન કરવા અને જરૂરી દસ્તાવેજો તથા નંબર પ્લેટ સાથે જ વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. આવી ચેકિંગની કામગીરીથી નિયમભંગ કરતા વાહનચાલકોમાં કાયદાનો ડર ઊભો થાય અને માર્ગ અકસ્માતો અટકાવવામાં મદદ મળે તેવો હેતુ છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.