મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
લાંચ કેસમાં ઝડપાયેલા કોડાયના હેડ કોન્સ્ટેબલની જામીન અરજી કોર્ટે ફગાવી ભુજ આરટીઓ કચેરી ખાતે રજાના દિવસો દરમિયાન પણ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ચાલુ રહેશે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીને કોંગ્રેસ દ્વારા હારારોપણ કરાયા કચ્છ ઇતિહાસ પરિષદના આજીવન સભ્યોનું સ્નેહમિલન મળ્યું  ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમિલન યોજાયું માધાપર લોહાણા મહાજન દ્વરા જલારામ જયંતિ ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા

ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ ચેમ્બરને પાઠવી નૂતન વર્ષની શુભેચ્છા

WhatsApp X

ભુજ - કચ્છઉદય : ભુજ શહેરના વેપાર, ઉદ્યોગ તથા પ્રજાના પ્રશ્નો જાણવા તેમજ તેના વિશે વિગતવાર પરામર્શ કરવા તાજેતરમાં ભુજ વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જાતે ચમ્બેરની ઓફિસ ખાતે પધાર્યા હતા અને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી તેમજ બેઠક યોજી હતી સાથે ભુજ નગરપાલિકના પ્રમુખ શીતલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન સ્થાનિકે વેપાર-ઉદ્યોગના પ્રશ્નો અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ભરી રહલે ભુજ શહેર અને કચ્છના કેટલાક કામો પૂર્ણ થયા, પરંતુ હજુ આ પથ પર હજુ ઘણું જ કરવાનું બાકી હોવા અંગે અને સ્થાનિકે વેપાર ઉદ્યોગને સ્પર્શતા વિવિધ પ્રશ્નોથી ચેમ્બરના પ્રમખુ અનિલભાઈ ગોર દ્વારા જેવા કે ભૂકંપમાં પડી ગયેલ એપાર્ટમેન્ટ, દુકાનોના ફરી બાંધકામની મજૂરી આપવી, રિલોકેશન સાઇટો પર પ્લોટોને જૂની શરતોમાં ફેરવવા, અત્યાર સુધી ડીપી પ્લાનમાં રસ્તા બતાવેલ છે, પરંતુ હજી સુધી રસ્તા બન્યા નથી અને પ્લોટ ધારકોને મંજુરી નથી મળતી અને વેચાણ નથી કરી શકતા, ૨૫ વર્ષથી ભાડા દ્વારા રીવાઈઝ ટીપી સરકારમાં મૂકવામાં નથી આવી, ડેવલપમેન્ટ પ્લાન ૨૦રપમાં મુદ્દત પૂરી થયેલ છે, તેથી ૨૦૩૫ સુધીનું નવું ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે, બાગ-બગીચામાં જરૂરી સુધારો કરવા, ડેવલપમેન્ટ પ્લાનમાં બતાવેલ અમુક રસ્તાઓનું કામ ચાલુ કરવું જેથી જ્યુબિલી ગ્રાઉન્ડ પર ટ્રાફિકનું ભારણ ઓછું થાય, સંયુક્તપણે મહાનગરપાલિકા માટે પ્રયાશ કરીએ. માપણી વધારાનું નિરાકરણ જે માત્ર આખા ગુજરાતમાં કચ્છના માત્ર ચાર તાલુકામાં છે. જેવા અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ભુજ શહેરને તથા સર્કલોને સુંદર - સુશોભિત કરીને ભુજને સુંદર બનાવવા અંગે ધારાસભ્યને વાકેફ કરવામાં આવ્યા હતા. ભૂકંપને ૨૫ વર્ષ પૂર્ણ થયેલ હોવા છતાં પણ અનેક કામો, પ્રશ્નોનું નિરાકરણ આવેલ ન હોવાથી ભુજ શહેરના વિકાસના આવા અટકેલા વિવિધ કામો બાબતે ચર્ચા કરવા ધારાસભ્ય કેશુભાઈ જાતે જ સમય કાઢીને ચેમ્બર પ્રમુખ અનિલભાઈ ગોરની ઓફિસ ખાતે ગયા હતા અને ત્યાં વિગતવાર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તથા વેપાર ઉદ્યોગને સ્પર્શતા મુદ્દાઓ, રજૂઆતો, મતંવ્યો સાંભળ્યા હતા  તેમજ તમામ ક્ષેત્રે જરૂરી સહયોગ અને પગલાં ભરવામાં આવશે તેવી કેશુભાઈએે ચેમ્બરના પ્રમખુને સકારાત્મક ખાતરી આપી હતી. ચર્ચા દરમ્યાન એવું પણ નકકી કરવામાં આવ્યું હતું કે ભુજને લગતા આ તમામ મુદ્દાઓ, પ્રશ્નો અંગે આગામી સમયમાં કલેકટર સાથે પ્રશ્નોના નિરોકણ માટે બેઠક યોજાવામાં આવશે

કેશુભાઈ પટેલ અને અનિલભાઈ ગોરે એકબીજાને દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. કેશુભાઈએ અનિલભાઈનું શાલ ઓઢાળી અભિવાદન કર્યું હતું. આ બેઠકમાં ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઇ ગઢવી તેમજ જીગર શાહ ઉપસ્તિથ રહ્યા હતા એવું ભુજ ચેમ્બરના જોઇન્ટ સેક્રેટરી સંદીપ શાહની યાદીમાં જણાવાયું હતું. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.