મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ ચેમ્બરને પાઠવી નૂતન વર્ષની શુભેચ્છા ભુજ આરટીઓ કચેરી ખાતે રજાના દિવસો દરમિયાન પણ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ચાલુ રહેશે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીને કોંગ્રેસ દ્વારા હારારોપણ કરાયા કચ્છ ઇતિહાસ પરિષદના આજીવન સભ્યોનું સ્નેહમિલન મળ્યું  ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમિલન યોજાયું માધાપર લોહાણા મહાજન દ્વરા જલારામ જયંતિ ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા

લાંચ કેસમાં ઝડપાયેલા કોડાયના હેડ કોન્સ્ટેબલની જામીન અરજી કોર્ટે ફગાવી

WhatsApp X

તપાસ નાજુક તબક્કે હોવા અને નૈતિક મૂલ્યોના અધઃપતનનો ઉલ્લેખ કરી અદાલતે આરોપીને જામીન આપવાનો કર્યો ઇન્કાર 

ભુજ - કચ્છઉદય : કોડાય પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની જામીન અરજી ભુજની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. ગેરકાયદે ખનીજ વહન દરમિયાન જપ્ત કરાયેલા ડમ્પરો મુક્ત કરવાનો અદાલતનો આદેશ હોવા છતાં, વાહનો છોડવા પેટે લાંચ સ્વીકારવાના ગુનામાં આરોપી વિપુલ દલજીભાઈ ચૌધરી (મૂળ રહે. પાટણ) સામે અદાલતે કડક વલણ અપનાવ્યું છે.

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના જણાવ્યા મુજબ, જપ્ત થયેલા ડમ્પરો છૂટા કરવાના બદલામાં આરોપીએ શરૂઆતમાં રૂપિયા બે લાખની માંગણી કરી હતી. ત્યારબાદ બંને પક્ષે એક લાખ રૂપિયામાં સમાધાન નક્કી થયું હતું, જેમાંથી અગાઉ રોકડા રૂપિયા ૩૦ હજાર મેળવી લેવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા ૭૦ હજાર મળ્યા બાદ વાહનોની ચાવી સોંપવાની ખાતરી અપાઈ હતી. આ બાકીની રકમ સ્વીકારતી વેળાએ ગત ૮ નવેમ્બરના રોજ ભુજ એસીબીની ટીમે છટકું ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

આરોપીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતા ભુજના સેશન્સ જજ દિલીપ મહિડાએ અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે પ્રસ્તુત મામલામાં આરોપીની પ્રથમદર્શી સંડોવણી સ્પષ્ટ થાય છે અને આ ઘટના નૈતિક મૂલ્યોના અધઃપતન સમાન છે. વધુમાં, આ ગુનાની તપાસ હજુ પ્રારંભિક તથા સંવેદનશીલ તબક્કામાં હોવાથી અને ચાર્જશીટ દાખલ થઈ ન હોવાથી, જો આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો સાક્ષીઓ તથા પુરાવાઓ પર પ્રભાવ પાડવાની શક્યતા રહેલી છે. સરકાર પક્ષે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ઉપસ્થિત રહી જામીન અરજીનો વિરોધ કરતી અસરકારક દલીલો રજૂ કરી હતી.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.