ભુજ - કચ્છઉદય : કોંગ્રેસ ભવન ખાતે સ્વ.ઇન્દીરા ગાંધીની જન્મજયંતિ નિમિતે હારારોપણ કરી તેમના તૈલચિત્રને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. જિલ્લા સમિતિના આગેવાનો, હોદેદારો, કાર્યકરો સાથે જોડાયા હતા.
કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ રામદેવસિહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઇન્દીરાજીએ દેશ માટે બલિદાન આપ્યું છે. ઇન્દીરાજીએ દેશ માટે હરિત ક્રાંતિ, બેંકોનું રાષ્ટ્રીકરણ, અવકાશ સંશોધન, ગરીબી નાબુદી, કૃષિ ઉત્પાદન વધારવા, આરોગ્ય, શિક્ષણ, રોની સ્થાપના, ૧૯૭૧નું ભારત - પાકિસ્તાન યુદ્ધ કરી, પાકિસ્તાન બે ટુકડા કરી દેશને વિશ્વના ડંકા પર લઇ જનાર મહિલા વડાપ્રધાન દેશ તથા વિશ્વ કયારેય ભૂલી નહિ શકે તેવું શ્રી જાડેજાએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગનીભાઈ કુંભાર, ફકીરમામદ કુંભાર, ઇલિયાસભાઈ ઘાંચી, ચેતનભાઈ શાહ, હાસમ સમા, મુસ્તાકભાઈ હિંગોરજા, ઘનશ્યામભાઈ સોની, રજાકભાઈ ચાકી, પૂજન ગોર, ચંદ્રાબેન ઘનશ્યામ સોની, રીન્કુબેન રવીન્દ્રકુમાર ખેતીયા, ગુલામહુસેન સમા, શક્તિસિંહ ચૌહાણ, કાસમભાઈ સમા, જેન્તીભાઈ પારેખ, મેહુલભાઈ મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા એવું પ્રવક્તા અંજલિ ગોરની યાદીમાં જણાવાયું હતું.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.