મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
લાંચ કેસમાં ઝડપાયેલા કોડાયના હેડ કોન્સ્ટેબલની જામીન અરજી કોર્ટે ફગાવી ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ ચેમ્બરને પાઠવી નૂતન વર્ષની શુભેચ્છા ભુજ આરટીઓ કચેરી ખાતે રજાના દિવસો દરમિયાન પણ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ચાલુ રહેશે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીને કોંગ્રેસ દ્વારા હારારોપણ કરાયા કચ્છ ઇતિહાસ પરિષદના આજીવન સભ્યોનું સ્નેહમિલન મળ્યું  માધાપર લોહાણા મહાજન દ્વરા જલારામ જયંતિ ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા

ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમિલન યોજાયું

WhatsApp X

૭૦૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું : ૧૫૦૦થી વધુ સમાજબંધુ-ભગિનીઓએ સામૂહિક ભોજન પ્રસાદનો લાભ લીધો : સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ

ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ તેમજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડીએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કારોબારી સભ્યો અને દાતાશ્રીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અંગદાન પ્રણેતા અને કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદજી, મહામંત્રી હિતેશભાઈ ખંડોલ, જાણીતા સામાજિક કાર્યકર દિલીપભાઈ દેશમુખ (દાદા) સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું સ્વાગત સન્માન બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સમાજના આશરે ૭૦૦ જેટલા તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ રહ્યો હતો. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારકેજીથી પીજી સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે સમાજના આગેવાનો અને દાતાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમના આયોજન અને સફળતા માટે કચ્છ-સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના દ્રષ્ટા એડવોકેટ શ્રી અજાણીનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. તેમણે ઉપસ્થિત સમાજબંધુઓને આશીર્વચન પાઠવી સમાજની એકતા, શિક્ષણ અને સંગઠનના મહત્વ પર પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. દિવાળી નિમિત્તે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના આશરે ૧૫૦૦ જેટલા ભાઈઓ-બહેનોએ સામૂહિક ભોજન પ્રસાદનો લાભ લઈ પરસ્પર સ્નેહ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડી અને મહામંત્રી પ્રકાશભાઈનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા અને સફળ આયોજનમાં વિશેષ યોગદાન આપનાર કાર્યકરોમાં રાજેશભાઈ ગોર, કપિલભાઈ ગોર, ધીરેનભાઈ જોશી, નિલય ત્રિવેદી, ગીતાબેન જોશી અને વૈશાલીબેન ગોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખનાં પ્રમુખ ભક્તિબેન જોશી તથા તેમની સમગ્ર કારોબારી ટીમે અને યુવા પાંખના પ્રમુખ અનિકભાઈ જોશી તથા તેમની ટીમે ઉત્સાહપૂર્વક જવાબદારીઓ નિભાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ. તેજસભાઈ પાઠકે સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજનાં મહામંત્રી રીટાબેન ભટ્ટે કર્યું હતું, જ્યારે આભારવિધિ અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવી હતી.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.